Wednesday, March 4, 2026

આરાસુરી શક્તિપીઠ અંબાજીમાં આજે પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી: મા અંબાના દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું

spot_img
Share

અમદાવાદ : આરાસુરી શક્તિપીઠ અંબાજી ખાતે આજે 3 જાન્યુઆરીના રોજ જગતજનની મા અંબાનો પ્રાગટ્યોત્સવ (પોષી પૂનમ) ધામધૂમથી ઉજવવામાં કરવામાં આવી રહી છે. સમગ્ર મંદિર પરિસરને આકર્ષક ફૂલો અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. વહેલી સવારે ભક્તોની ભીડ જામવા લાગી છે.મંગળા આરતીમાં માની એક ઝલક નિહાળવા માટે ભક્તોનું ઘોડાપૂર ઊમટી પડ્યું હતું. ભક્તોએ મંગળા આરતીમાં ભાગ લેવા માટે લાંબી લાઈનો લગાવી હતી. સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે.

આજે પોષી પૂનમના પાવન પર્વ નિમિત્તે અંબાજી ખાતે મા જગદંબાના પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસને અક્ષર પૂર્ણિમા પણ કહેવામાં આવે છે તથા આ દિવસે માતા અંબાજીનો પ્રાગટ્યોત્સવ ઊજવવામાં આવે છે. આ દિવસથી માઘ સ્નાનનો પ્રારંભ થાય છે. આજે પોષી પૂનમના દિવસે ચંદ્ર પોતાનું સંપૂર્ણ અમૃત તત્ત્વ પૃથ્વી ઉપર વરસાવશે. આમ, પોષી પૂનમનું મહત્ત્વ અનેક પ્રકારે રહેલું છે.

આજે શાકંભરી નવરાત્રી પૂરી થતી હોવાથી માતાજીને લીલાં શાકભાજી અર્પણ કરવાં તથા કુળદેવીની પૂજામાં અંબાજીની પૂજા કરવી, જપ કરવા ઉત્તમ ગણાય છે. અમદાવાદમાં અતિપ્રાચીન એવા માધુપુરા વિસ્તારમાં અંબાજીનું મંદિર આવેલું છે. આજે આ મંદિરમાં પણ માતાજીના પ્રાગટ્ય દિવસે અન્નકૂટ તેમજ હવન-યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આજે મા અંબાનાં ચરણોમાં શિશ ઝુકાવવા માટે માનવ મહેરામણ ઊમટી પડ્યું છે.

આજે નગરચર્યા અને 3 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળી હતી. સમગ્ર ઉત્સવનું મુખ્ય આકર્ષણ માતાજીની વિશાળ શોભાયાત્રા છે, જેમાં મા અંબાને હાથી ઉપર બિરાજમાન કરવામાં આવ્યાં છે. આ શોભાયાત્રા અંબાજી નગરના સુશોભિત માર્ગો પર ફરી રહી છે, જેમાં ગામની બાળાઓ માથા પર કળશ અને શ્રીફળ લઈને જોડાઈ છે. શોભાયાત્રાના અંતે મંદિરના શિખર પર ધજા ચઢાવીને વિધિવત્ રીતે સમાપન કરવામાં આવ્યું હતું.

પોષી પૂનમ શાકંભરી પૂનમ અને સુખડી પૂનમ તરીકે પણ ઓળખાય છે. આજે વહેલી સવારે ગબ્બર ઉપર ધજા ચઢાવવામાં આવી હતી. ત્યાર બાદ ગબ્બરની અખંડ જ્યોતમાંથી જ્યોત લાવીને મંદિર સુધી ભાવભેર હજારો માઇભક્તોના જય અંબેના નાદ સાથે જ્યોતયાત્રા નીકળી હતી.

અંબાજી પાસે કોટેશ્વરનું જૂનું મંદિર છે. ભગવાન શ્રીકૃષ્ણની બાબરી અહીં ઉતરાવાયેલી એવી લોકવાયકા છે. આ મંદિર દિવ્ય છે. પોષી પૂનમે લાખો ભક્તો મંદિરનાં દર્શને આવે છે. દેવી ભાગવત અનુસાર અગ્નિદેવની કૃપાથી મહિષાસુર નામનો રાક્ષસ નરજાતિથી મરી ન શકે તેવું વરદાન ધરાવતો હતો. દેવોએ ભગવાન શિવજીની સ્તુતિ કરી તે જ સમયે દિવ્ય તેજથી મા આદ્યશક્તિ પ્રગટ થયાં અને માએ રાક્ષસનો સંહાર કર્યો હતો, તેથી તેઓ મહિષાસુર મર્દિની અંબા કહેવાયાં. આજના દિવસે મા અંબા પ્રગટ થયાં હતાં અને ભક્તોનું ભલું કર્યું હતું. પૃથ્વી ઉપર વ્યાપેલ વિનાશક દુષ્કાળ સમયે માતાજીના આશીર્વાદથી ધન-ધાન્ય અને પુષ્કળ પ્રમાણમાં શાકભાજી ઉત્પન્ન થયાં હતાં, જેના કારણે આ પૂનમને શાકંભરી પૂનમ પણ કહેવામાં આવે છે. આજે વહેલી સવારથી જ અંબાજી મંદિર માતાજીના પ્રાગટ્યોત્સવને લઈ મા અંબાને સોનાના થાળમાં રાજભોગ ધરાવવામાં આવશે. બપોરે વિશેષ આરતી પણ કરવામાં આવશે.

આજની વિશેષ વ્યવસ્થા

મંદિરમાં માતાજીને પ૬ ભોગ ધરાવવામાં આવશે.
સમગ્ર યાત્રા દરમિયાન સુખડી પ્રસાદનું વિતરણ થશે.
શ્રદ્ધાળુઓ માટે બે લાખ પ્રસાદ પેકેટ, નિઃશુલ્ક ભોજન

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...