Friday, September 18, 2026

રાણીપ સહિત આ વિસ્તારોમાં નવા 15 ફાયર સ્ટેશન બનાવવા અને 168 નવા સ્ટાફની ભરતીની મંજૂરી અપાઈ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેર દિન પ્રતિદિન વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં આગામી પાંચ વર્ષમાં નવા 15 ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. જ્યારે આગામી બે વર્ષમાં નવા 4 ફાયર સ્ટેશન સરદારનગર, રાણીપ, હાથીજણ અને લાંભામાં બનાવવામાં આવશે. હાલમાં શહેરના વ્યાપ પ્રમાણે 50 ફાયર સ્ટેશનની જરૂરિયાત સામે માત્ર 19 સ્ટેશન કાર્યરત છે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે શહેરના વિસ્તરણને જોતા, કોર્પોરેશન દ્વારા રાણીપ, હાથીજણ, લાંભા અને સરદારનગર જેવા વિસ્તારોમાં નવા ફાયર સ્ટેશન બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ વિસ્તારોમાં સ્ટેશન કાર્યરત થવાથી આગ જેવી કટોકટીના સમયે પ્રતિસાદ આપવાનો સમય ઘટશે, જેનાથી જાન-માલનું નુકસાન ઓછું કરી શકાશે. આ ઉપરાંત, શહેરના જૂના અને ગીચ વિસ્તારો એવા પાંચકૂવા અને દાણાપીઠમાં પણ નવા સ્ટેશનો ટૂંક સમયમાં ધમધમતા થશે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે માત્ર ઈમારતો બનાવવાથી સુરક્ષા સુનિશ્ચિત થતી નથી, તેના માટે સજ્જ સ્ટાફની પણ જરૂર હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મંજૂર થયેલા નવા 4 સ્ટેશન માટે ફાયરમેન સહિત કુલ 168 સ્ટાફની ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ નવી ભરતીથી ફાયર વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ ભરાશે અને યુવાનોને રોજગારીની તક પણ મળશે.

અમદાવાદમાં જે રીતે ટાઉન પ્લાનિંગ સ્કીમો (TP) વધી રહી છે, તે જોતા 19 ફાયર સ્ટેશન અત્યંત ઓછા ગણી શકાય. તંત્રનો 15 નવા સ્ટેશન બનાવવાનો આ નિર્ણય આગામી સમયમાં શહેરને વધુ સુરક્ષિત બનાવશે. આ નવા માળખાકીય ફેરફારથી પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં ફાયર ફાયટર્સ ઝડપથી ઘટનાસ્થળે પહોંચી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...