Wednesday, July 22, 2026

ઉત્તરાયણને લઈને રેલવેએ શહેરીજનોને પાટા ઉપર લગાવેલા હાઇ વોલ્ટેજ ઇલેક્ટ્રિક વાયરથી દૂર રહેવા અપીલ

spot_img
Share

અમદાવાદ : ઉત્તરાયણ નિમિત્તે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા જાહેર જનતાને સુરક્ષાના કારણસર મહત્ત્વની તાકીદ કરી છે. ઉત્તરાયણ દરમિયાન લોકો ગાંડાઘેલા થઈને પતંગ ચગાવતા હોય છે, જેના કારણે અનેક વખત મોટી દુર્ઘટનાઓ પણ સર્જાતી હોય છે. જેથી લોકોને સાવચેતી સાથે ઉત્તરાયણની ઉજવણી કરવી જોઈએ.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના તમામ સેક્શનમાં રેલવે લાઇન ઉપર 25,000 વોલ્ટ (25 કિલોવોલ્ટ)ના ઓવરહેડ ઇલેક્ટ્રિક (OHE) હાઇ-વોલ્ટેજ તાર પસાર થતા હોય છે. ઘણીવાર જોવા મળે છે કે પતંગ ઉડાવતી વખતે દોરી આ તારાઓમાં ફસાઈ જાય છે. કેટલીક દોરીમાં ધાતુના અંશ અથવા ભેજ હોવાના કારણે તેમાં વિદ્યુત પ્રવાહ વહેવા લાગે છે, જેના કારણે કરંટ નીચે સુધી પહોંચી શકે છે, જેનાથી મોટી જાનહાનિ ક્યારેક થઈ શકે છે, તેથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે.

દોરીમાં ધાતુના અંશ અથવા ભેજ હોવાના કારણે હાઇ-વોલ્ટેજ તાર પતંગ ઉડાવનાર વ્યક્તિઓ, રેલવે ટ્રેકની નજીકથી પસાર થનારા નાગરિકો તથા ટ્રેક પર કાર્યરત રેલવે કર્મચારીઓ માટે પણ અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. જેથી પશ્ચિમ રેલવે દ્વારા લોકોને સૂચનાઓ આપવામાં આવી છે અને સાથે અપીલ પણ કરવામાં આવી છે.

અમદાવાદ મંડળ દ્વારા જનસામાન્ય માટે સુરક્ષા જાગૃતિ અભિયાની વાત કરવામાં આવે તો, અમદાવાદ મંડળ દ્વારા જનસામાન્ય માટે સુરક્ષા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના અંતર્ગત રેલવે પાટા આસપાસ રહેતા નાગરિકોને કાઉન્સેલિંગ દ્વારા જરૂરી સાવચેતીઓ અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

પોતે સાવચેત રહો અને લોકોને પણ જાગૃત કરો
રેલવે પ્રશાસન દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, લોકો પહેલા જાતે સાવચેત રહે અને બાદમાં અન્ય લોકોને પણ આ માટે જાગૃત કરે, જેથી ઉત્તરાયણ પર્વ સુરક્ષિત અને આનંદમય રીતે ઉજવી શકાય. રેલવે વિભાગે કહ્યું કે, તમારી સાવચેતી માત્ર તમારી જ સુરક્ષા નહીં, પરંતુ અન્યના જીવનની પણ રક્ષા કરે છે. જેથી રેલવે દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ અને અપીલોનું ખાસ પાલન કરવું ખૂબ જ જરૂરી છે.

અમદાવાદ ડિવિઝન દ્વારા જાહેર કરાયેલ મુખ્ય સૂચનાઓ અને અપીલ
પાટાથી દૂર રહો: સુરક્ષા અને કાયદાની દૃષ્ટિએ રેલવે ટ્રેકની આસપાસ પતંગ ન ઉડાવો.
હાઇ-વોલ્ટેજ તારને સ્પર્શ ન કરો: જો પતંગ અથવા દોરી ઓવરહેડ તારામાં ફસાઈ જાય તો તેને કાઢવા માટે કોઈપણ પ્રકારની છડી, લાકડી કે સાધનનો ઉપયોગ ન કરો.

બાળકોની સુરક્ષા પર ખાસ ધ્યાન આપો:
માતાપિતાએ ખાતરી કરવી જોઈએ કે બાળકો પતંગ પકડવાના લાલચમાં રેલવે ટ્રેક તરફ ન જાય.
રેલવે કર્મચારીઓની સુરક્ષા: ઓવરહેડ તારામાં ફસાયેલી દોરી ટ્રેક પર કાર્યરત રેલવે કર્મચારીઓ માટે પણ ગંભીર જોખમ ઉભું કરે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...