અમદાવાદ : અમદાવાદીઓ મેટ્રોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, મેટ્રો શરુ થાય તો ટ્રાફિકની ઝંઝટમાંથી મુક્તિ મળશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે અમદાવાદીઓ માટે મેટ્રોને લઈને એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. મળતા રિપોર્ટ મુજબ નજીકના સમયમાં એટલેકે, નવરાત્રીની આસપાસ જ અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે. શક્યતા છેકે, નવરાત્રિ દરિમાયન જ ગરબે ગુમતા ગુમતા અમદાવાદીઓ મેટ્રો ટ્રેનના સફરની પણ મજા માણી શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપશે.
મળતી માહિતી મુજબ મેટ્રો ટ્રેન ફેઝ-1નો ટ્રાયલ રન અંતિમ તબક્કામાં છે. મેટ્રો ટ્રેનના ફેઝ-1માં 2 કોરિડોર હશે. જેમાં કોરિડોર-1માં APMCથી મોટેરા સ્ટેડિયમ સુધી ટ્રેન દોડશે તો કોરિડોર-2માં થલતેજથી વસ્ત્રાલ સુધી મેટ્રો ટ્રેન દોડશે. જોકે મેટ્રો ટ્રેનનું મહત્તમ ભાડું 25 હશે. તો તમે પણ હવે અમદાવાદમાં મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરવા થઈ જાવ તૈયાર. અમદાવાદને આ નવરાત્રીમાં મેટ્રો ટ્રેનની ગીફ્ટ મળશે. અમદાવાદમાં મેટ્રો ટ્રેન ફેઝ-1 નો ટ્રાયલ રન અંતિમ તબક્કામાં છે. જેને લઈ હવે ટૂંક સમયમાં જ અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે. મેટ્રો ટ્રેનના ફેઝ-1માં 2 કોરિડોર હશે. જેમાં APMCથી મોટેરા સ્ટેડિયમ અને થલતેજથી વસ્ત્રાલ સુધી આ સેવ શરૂ થશે.
નવરાત્રીએ શરૂ થનારી મેટ્રો ટ્રેનના ફેઝ-1માં 2 કોરિડોર હશે. જેમાં કોરિડોર-1માં APMC થી મોટેરા સ્ટેડિયમ સુધી અને કોરિડોર-2 માં થલતેજ થી વસ્ત્રાલ સુધી મેટ્રો ટ્રેન દોડશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુજબ મેટ્રો ટેનનુ વધુમાં વધુ ટિકિટ રૂ.25 થી 30 રૂપિયા હશે. આ સાથે એપીએસીથી વસ્ત્રાલ સુધીનુ ભાડુ રૂ.25 થી 30 હશે તો થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીની ટિકિટ રૂ.25 થી 30 હશે. આ તરફ અલગ અલગ સ્ટેશનની ટિકિટ 10 થી 20 રૂપિયા હોઈ શકે છે.