Thursday, April 23, 2026

સિવિલ હોસ્પિટલમાં મહિલાનો અદ્ભુત બચાવ : 20 દિવસ પહેલા ગળી ગયેલી સેફ્ટી પીન બહાર કાઢી જીવન બચાવ્યું

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની સિવિલ હોસ્પિટલ જટિલમાં જટિલ સર્જરી થકી દર્દીઓને નવજીવન આપવા માટે દેશભરમાં જાણીતી છે. સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગના ડોક્ટરોની અદ્ભુત કુશળતા અને ત્વરિત કાર્યવાહીથી 48 વર્ષીય મહિલાનું જીવન બચી ગયું. દર્દી સરૂબાલા રમેશચંદ્રને 20 દિવસ પહેલા દાંત સાફ કરતી વખતે અચાનક ખેંચ આવતા સેફ્ટી પીન ગળી ગઈ હતી, જે અન્નનળીમાં ફસાઈ ગઈ હતી. આવી ઘટનામાં વિલંબ જીવલેણ સાબિત થઈ શકે તેમ હતું, પરંતુ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ મહામહેનતે સેફ્ટી પીન બહાર કાઢી દર્દીને નવજીવન આપ્યું હતું.

૪૮ વર્ષીય મહિલા દર્દી સરૂબાલા રમેશચંદ્ર માનસિક બીમારી અને ખેંચની તકલીફથી પીડાય છે. 15 જાન્યુઆરીએ તેણીને સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં લાવવામાં આવી હતી. એક્સ-રેમાં જાણવા મળ્યું કે સેફ્ટી પીન C-7 અને T-1 મણકાના સ્તરે અન્નનળીમાં ફસાયેલી છે, જે આંતરિક ઇજા અને રક્તસ્ત્રાવનો ગંભીર ખતરો ઊભો કરી રહી હતી.

16 જાન્યુઆરીએ ઈએનટી વિભાગના વડા ડૉ. ઈલા ઉપાધ્યાય અને એનેસ્થિસિયા વિભાગના ડૉ. ભાવના રાવલની ટીમે ઈસોફેગોસ્કોપી કરીને અત્યંત સાવચેતીપૂર્વક અને મહામહેનતે સેફ્ટી પીન બહાર કાઢી હતી. ઓપરેશન દરમિયાન અન્નનળીના અન્ય કોઈ ભાગને ઈજા ન થઈ, જે આવા કેસમાં અત્યંત જરૂરી હતું. ઓપરેશન પછી દર્દીની પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય થઈ ગઈ અને તેણી હવે મોઢેથી સામાન્ય રીતે ખાવા-પીવા લઈ શકે છે.

ડૉ. ઈલા ઉપાધ્યાયે આ કેસની વધુ વિગતો આપતાં જણાવ્યું કે, “આવા કેસમાં સમયસર સારવાર અત્યંત મહત્વની છે. ખેંચની તકલીફ અને માનસિક બીમારી ધરાવતા દર્દીઓએ ધારદાર વસ્તુઓ જેમ કે સેફ્ટી પીન, પિન, કાંટા વગેરે મોંમાં રાખવાથી દૂર રહેવું જોઈએ. આ કેસમાં અમારી ટીમની તૈયારી અને કુશળતાએ દર્દીનું જીવન બચાવ્યું છે.”

આ ઘટના સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગની કુશળતા અને સરકારી હોસ્પિટલોમાં ઉપલબ્ધ અદ્યતન સારવારનું જીવંત ઉદાહરણ છે. ડોક્ટરોના પ્રયાસોથી દર્દી હવે સ્વસ્થ થઈ રહી છે અને પરિવારમાં રાહતનો માહોલ છે. આવા કેસોમાં જાગૃતિ અને ત્વરિત તબીબી મદદ અત્યંત જરૂરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...