Friday, September 18, 2026

AMC એ કર્યું બુદ્ધિનું પ્રદર્શન, રોડ સાંકડો ને ફૂટપાથ મોટી, ભાજપના સત્તાધીશોએ આખરે કામગીરી બંધ કરાવી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની વિચાર્યા વિનાની કામગીરી એકવાર ફરી ચર્ચાના કેન્દ્રમાં છે. શહેરના વ્યસ્ત રહેતા એવા CG રોડ પર ચાલી રહેલી રોડ-ફૂટપાથની કામગીરી દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી છે. 18 મીટર પહોળો રોડ અડધા રસ્તામાં જ ફૂટપાથ બનાવી દેવાથી હવે 18 મીટર પહોળો રસ્તો માત્ર 9 મીટરનો રહી ગયો છે. જેને લઈને ભાજપના પદાધિકારીઓ દ્વારા રોડ બનાવવાની કામગીરીને બંધ કરાવવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નવરંગપુરા વિસ્તારમાં સરદાર પટેલ સેવા સમાજ પાસે CG રોડ પર ગિરીશ કોલડ્રિન્ક પાછળ ચાલી રહેલી કામગીરીમાં કોન્ટ્રાક્ટરે 9 મીટરના રોડ પર 3.5 મીટર પહોળી ફૂટપાથ ઊભી કરાતા રસ્તો સાંકડો થઈ ગયો છે. પરિણામે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ટ્રાફિક જામની સમસ્યા ઉદભવે એવા રોડ બનાવવાની કામગીરી કરતા ભાજપના પદાધિકારીઓ દ્વારા રોડ બનાવવાની કામગીરીને બંધ કરાવવામાં આવી છે. આ સમગ્ર મામલે કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સ્થળ પર નિરીક્ષણ કરી હયાત રોડ પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેને લઈ કામગીરી કરવા સૂચના આપી છે.

અમદાવાદમાં ગિરીશ કોલ્ડ્રીંક્સથી મીઠાખળી જવાના રોડ પર તૈયાર થઇ રહેલા ફૂટપાથને મોટો બનાવી દેતા રોડ પર ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. ત્યારે આ બાબત સત્તાધીશોના ધ્યાને આવતા તેઓ ખુદ ઘટના સ્થળે પહોંચી ગયેલા. કારણ કે 9 મીટરના રોડ પર 3.5 મીટરની ફૂટપાથ બનાવી દેતા રોડ સાવ સાંકડો થઈ ગયો છે. જેના લીધે લોકોને ભારે હાલાકી પડી રહી છે.

શહેરમાં અનેક જગ્યાએ રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે છે જેમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ દ્વારા કામગીરી થતી હોય છે. ભાજપના નેતાઓ દ્વારા રોડ કમિટીમાં રોડ મંજૂર કરાવી દેવામાં આવે છે, પરંતુ ત્યારબાદ કેવો રોડ બનશે તે અંગે કોઈ યોગ્ય ચકાસણી થતી નથી. ભાજપના નેતાઓએ પ્રોજેક્ટ વિભાગ દ્વારા જે રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે તેના ઉપર બ્રેક લગાવી દીધી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...