અમદાવાદ : આજ રોજ સ્વામી વિવેકાનંદજીની સ્મૃતિમાં ‘દિગ્વિજય યુવા સંવાદ’ કાર્યક્રમ અમદાવાદના યુનિવર્સિટી સેનેટ હોલ ખાતે યોજાઈ ગયો.ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી ગુજરાત યુનિવર્સિટી ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આયોજિત દિગ્વિજિય યુવા સંવાદમાં ઉપસ્થિત રહ્યા હતા.ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ફરીથી ડ્ર્ગ્સ અંગે રાજ નીતિ કરનારા લોકોને જવાબ આપતા કહ્યું હતું કે ગુજરાતના નાગરિકો ડ્રગ્સની રાજનીતિ કરનારા લોકોને જવાબ આપશે .
આ કાર્યક્રમમાં તેમણે સ્વામી વિવેકાનંદે આજના દિવસે અમેરિકામાં આપેલા જગ વિખ્યાત ભાષણનું સ્મરણ કર્યું હતું અને યુવાનોને સ્વામી વિવેકાનંદ અંગેની પ્રેરણાત્મક વાત જણાવી હતી. ઉપરાંત હર્ષ સંઘવીએ દાવો કર્યો હતો કે સરકારની ડ્રગ્સ વિરોધી આ લડાઈ રાજ્યના યુવાનોનું જીવન ઉજ્જવળ કરવા માટેની છે. ગુજરાત પોલીસની પ્રશંસા કરતા તેઓએ જણાવ્યું હતું કે પોલીસે દેશના વિવિધ રાજ્યોના હજારો યુવાનોનું જીવન બરબાદ થતું અટકાવ્યું છે.