Thursday, April 23, 2026

અમદાવાદમાં આ વર્ષે ફ્લાવર શો પાછળ 17 કરોડ ખર્ચ સામે આવક માત્ર 11 કરોડ, ફ્લોપ શો ?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. 1 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી ફ્લાવર શો યોજવામાં આવ્યો હતો જેમાં ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે 2 જેટલા મુલાકાતઓ ઓછા આવ્યા હતા. જેથી, ફ્લાવર શો ફ્લોપ શો બની ગયો હતો.આ વખતનો 29 દિવસનો અત્યાર સુધીનો સૌથી લાંબો ફ્લાવર શો જાણે કે ફ્લોપ રહ્યો હોય તેમ ગત વર્ષની તુલનાએ બે લાખ મુલાકાતી ઘટ્યાં છે. તંત્રએ દિવસો વધારી દીધા હોવા છતાં ફ્લાવર શોને લોકોનો નબળો પ્રતિસાદ મળ્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પહેલી જાન્યુઆરીએ શરૂ થયેલો ફ્લાવર શો 29 જાન્યુઆરી સુધી ચાલ્યો હતો. સતત બે વખત તેની સમયમર્યાદા લંબાવાઈ હોવા છતાં આવકના આંકડા ચોંકવનારા છે. ફલાવર શોમાં 17 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો જેની સામે 11.61 કરોડની આવક થવા પામી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટિકિટથી આ ફ્લાવર શોની 8.41 કરોડ રૂપિયાની આવક થઈ હતી. જ્યારે સ્ટોલમાંથી 1.27 કરોડની આવક થઈ હતી. આ વર્ષે ફ્લાવર શોમાં 10.81 લાખ લોકો ઉમટી પડ્યા હતાં. આ વર્ષે વૃક્ષના રોપા મહાનગર પાલિકા દ્વારા વેચાણ અર્થે નહીં આપવામાં આવે. ફ્લાવર શોમાં મુકાયેલા રોપા AMCના બગીચામાં મુકવામાં આવશે.

જેથી, ફ્લાવર શો ફ્લોપ શો સાબિત થયો હતો. ફ્લાવર શોમાં નાગરિકોની મુલાકાતની સંખ્યા ખૂબ ઓછી રહી હતી. ચાલુ વર્ષે માત્ર 10.81 લાખ જેટલા લોકોએ મુલાકાત લીધી હતી. જેનાથી મ્યુનિસિપલ કોર્પોરેશનને 11.61 કરોડની આવક થઈ છે. આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો પાછળ રૂ. 17 કરોડનો ખર્ચ કર્યો હતો પરંતુ 6 કરોડ રૂપિયાનું કોર્પોરેશનને નુકસાન ગયું છે. સીઝનલ પ્લાન્ટને વિવિધ બગીચાઓ, ટ્રાફિક જંકશન અને ડિવાઇડરની વચ્ચે લગાવવામાં આવશે.ફ્લાવર શોના સીઝનલ પ્લાન્ટને ડિવાઇડરમાં તેમજ અલગ-અલગ બગીચાઓમાં પ્લાન્ટ કરી વૃક્ષારોપણ કરાશે.

ગત વર્ષે ફ્લાવર શોમાં 13 લાખથી વધારે લોકો આવ્યા હતા અને 13 કરોડ રૂપિયાની આવક થઈ હતી. ગયા વર્ષ કરતાં આ સંખ્યા બે લાખ ઓછી છે જ્યારે આવક પણ ગત વર્ષની આવક કરતા બે કરોડ ઘટી છે એટલે કે ચાલુ વર્ષે 11 કરોડની આવક થઇ છે. ફ્લાવર શોમાં ઉપયોગમાં લેવામાં આવેલા ફુલોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ બગીચા, સર્કલ કે પછી સેન્ટ્રલવર્જમાં લગાવવાનું આયોજન કરવામાં આ‌વ્યું છે. ગયા વર્ષની જેમ આ વર્ષે ફુલ છોડ વેચવામાં નહી આવે તેવી સ્પષ્ટતા તંત્ર દ્વારા કરવામાં આવી છે

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...