Friday, September 18, 2026

અમેરિકાએ ભારત પરનો ટેરિફ ઘટાડી 18 ટકા કર્યો : શું લખ્યું ડોનાલ્ડ ટ્રમ્પે, જાણી લો…

spot_img
Share

નવી દિલ્હી : ટેરિફ મુદ્દે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદીને સાથે વાત કરી હોવાનો દાવો કરી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. તેઓ ટેરિફને 25 ટકાથી ઘટાડીને 18 ટકા ઘટાડવાનો નિર્ણય કર્યો છે.આ વાત તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કર્યાના થોડા જ સમય બાદ કહી છે. આ જાહેરાતથી ભારત-અમેરિકા સંબંધોમાં નરમાશ આવવાનો સંકેત મળી રહ્યા છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરી છે. પીએમ મોદીને સાથે વાત કરી હોવાનો દાવો કરી તેમના સત્તાવાર Truth Social પોસ્ટ કરી છે. એટલું જ નહીં પરંતુ અમેરિકાએ ભારત પર ટેરિફ ઘટાડીને 25% થી ઘટાડીને 18% કર્યો હોવાનો પણ અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. વિગતે વાત કરીએ તો, પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અમેરિકા હવે ભારત સાથે ટ્રેડ લીડમાં રેસિપ્રોકલ ટેરિફ લગાવશે. જેને 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરી દેવામાં આવ્યો છે. એટલે કે, હવે ભારત પર માત્ર 43 ટકા ટેરિફ રહેશે.

અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી છે. અમેરિકન રાષ્ટ્રતિએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત પણ કરી છે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે ટ્વિટ કરીને આ માહિતી આપી છે. સર્જિયો ગોરે સોશિયલ મીડિયામાં પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘રાષ્ટ્રપતિ ટ્રમ્પે હમણાં જ વડા પ્રધાન મોદી સાથે વાત કરી છે’. ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) વાટાઘાટોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે, અને ટૂંક સમયમાં એક સોદો થવાની અપેક્ષા છે. તેમાં અમેરિકાએ ભારત પરના ટેરિફમાં ઘટાડો કર્યો હોવાના પણ જાહેરાત કરવામાં આવી છે.

ટ્રુથ સોશિયલ પરની કરેલી પોસ્ટમાં ટ્ર્મ્પે લખ્યું કે, આજે સવારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી, જેમાં બંને વચ્ચે એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વેપાર કરાર થયો હતો. આ પોસ્ટમાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે પીએમ મોદીને તેમના મહાન મિત્ર અને તેમના દેશના મજબૂત અને આદરણીય નેતા ગણાવ્યા છે. આ પહેલા પીએમ મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ સાથે ડિસેમ્બર 2025માં વાત કરી હતી. જોકે, થોડા સમય પહેલા ગાઝા શાંતિ કરાર માટે પણ અમેરિકા પીએમ મોદીને આમંત્રણ આપ્યું હતું. અહવે પીએઅ મોદી સાથે વાત કરી હોવાનો અમેરિકાએ દાવો કર્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...