Thursday, April 23, 2026

અમદાવાદનું 17,018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, શહેરમાં 11 નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, 5 રેલવે ઓવરબ્રિજ બનશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2026- 27નું ડ્રાફ્ટ બજેટ આજે (4 ફેબ્રુઆરી)મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટ રૂ. 17018 કરોડનું છે. ચાલુ વર્ષે બજેટમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં માટે 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને 5 મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે.જેમાં અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, આગામી વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાવાની હોવાથી કમિશનર દ્વારા રજૂ કરવામાં આવનારા ડ્રાફ્ટ બજેટમાં કોઈ નવા વેરા ઝીંકવામાં આવ્યા નથી. જેના કારણે બજેટમાં લોકપ્રિય જાહેરાતો પર વધુ ભાર મૂકવામાં આવી છે.

અમદાવાદમાં હેરિટેજ માટે રૂ.49 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. હેરિટેજ પોળ અને ગેટ રીસ્ટોરેશન માટે 15 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ખાડિયા વોર્ડમાં આવતી સાંકડી શેરીને 10 કરોડ રૂપિયાના ખર્ચે ડેવલોપમેન્ટ કરવામાં આવશે. સર્વ વિસ્તારમાં દાદા હરિની વાવ અને માત્ર ભવાનીની વાવની આસપાસના વિસ્તારને પણ 10 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે. 4.50 કરોડના ખર્ચે પ્રેમ દરવાજાને દરીયાપુર દરવાજા વિસ્તારમાં પ્રીસીન્ટ અને જંકશન ડેવલોપમેન્ટ કરાશે. ખાન જહાન અને ચાંદ શહીદ ફોર્ટ વોલગેટનું 2.50 કરોડ પણ રીસ્ટોરેશન થશે.

ચાલુ વર્ષે બજેટમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા મહિલાઓ માટે નવા 25 જેટલા પિંક ટોઇલેટની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ વિસ્તારમાં 11 અને પૂર્વ વિસ્તારમાં 14 જેટલા પિંક ટોયલેટ બનાવવામાં આવશે. જોધપુર વિસ્તારમાં મહિલા જીમની પણ જાહેરાત કરવામાં આવી છે. 5 ઘોડિયા ઘર બનાવવામાં આવશે. બાળકો માટે 50 માર્ક્સ અને નવી 100 આંગણવાડી પણ બનાવવામાં આવનાર છે.

બોપલ રીંગરોડથી ઘુમા સુધી અને નહેરુનગરથી શિવરંજની થઈ સેટેલાઈટ રામદેવનગરથી ઇસ્કોન સુધી એલિવેટેડ કોરીડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. પાંચ રેલવે ઓવરબ્રિજ અને ત્રણ ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

ચાલુ વર્ષે કરવેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. દર વર્ષે ટેક્સમાં બે ટકા ટેકસમાં વધારો કરવા અંગેની જોગવાઈ બે વર્ષ પહેલાના બજેટમાં થઈ ચૂકી હતી જેથી હવે દર વર્ષે ટેક્સમાં વધારો કરવાની કોઈ જાહેરાત કરવામાં આવતી નથી. ઓટોમેટીક બે ટકા ટેક્સમાં વધારો થઈ જાય છે.

અમદાવાદને શું નવું મળશે ?

1000 કરોડના ખર્ચે બે એલિવેટેડ કોરિડોર બનશે. નેહરુનગરથી ઈસ્કોન તથા બોપલ રીંગ રોડથી ઘુમા સુધી કોરિડોર બનશે.
700 કરોડના ખર્ચે 200 કિમીના રોડ બનશે. જે યુટિલિટી માટે ડક્ટ લાઈન સાથે ડસ્ટ ફ્રી હશે.
46 કરોડના ખર્ચે 16 નવા બગીચા બનશે તથા 26 બગીચાનું નવીનીકરણ થશે
31 કરોડના ખર્ચે 24 લેક ગાર્ડનનું ડેવલપમેન્ટ કરાશે
એસજી હાઈવેનું 600 કરોડ રૂપિયા ખર્ચે આઈકોનિક ડેવલપમેન્ટ થશે
શહેરના 8 રસ્તાને 250 કરોડના ખર્ચે આઈકોનિક રોડ બનાવાશે
શહેરના 13 રસ્તાને 250 કરોડના ખર્ચે મોડેલ રોડ બનાવાશે
રીંગરોડ પર 980 કરોડના ખર્ચે 4 મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનશે
આઉટર રીંગ રોડ પર 630 કરોડના ખર્ચે બસ પોર્ટ બનશે
સિટી એન્ટ્રી ગેટ માટે 50 કરોડ રૂપિયા
સિંધુ ભવન રોડ પર સિટી સ્કવેર માટે 692 કરોડ રૂપિયા
નાના ચીલોડાથી સનાથલ સુધી 660 કરોડના ખર્ચે 26.6 કિમીનો નોર્થ સાઉથ કોરીડોર બનશે
775 કરોડ રૂપિયાના ખર્ચે 5 રેલવે ઓવર બ્રીજ બનશે
225 કરોડ રૂપિયાના ખર્ચે 3 ફ્લાયઓવર બનશે
272 કરોડ રૂપિયાના ખર્ચે સુભાષબ્રિજના નવીનીકરણ થશે.
શહેરને વાયર ફ્રી બનાવવા માટે 100 કરોડ ખર્ચાશે. અન્ડરગ્રાઉન્ડ યુટિલિટી ડક્ટ નખાશે.
100 કરોડના ખર્ચે AIથી ચાલતી સ્માર્ટ સ્ટ્રીટ લાઈટિંગ સિસ્ટમ નખાશે
26 સ્મશાનગૃહમાં 5 કરોડના ખર્ચે એર પ્યુરીફિકેશન સિસ્ટમ (ચીમની) લગાવાશે
899 કરોડના ખર્તે એડેપ્ટીવ ટ્રાફિક કન્ટ્રોલ સિસ્ટમ
રોડ માર્કિંગ, રોડ સાઈનેજીસ અને સાઈન બોર્ડ માટે 36 કરોડ રૂપિયા
100 ટ્રાફિક જંક્શનની ડિઝાઈન માટે 10 કરોડ રૂપિયા
30 નવા ટ્રાફિક જંક્શન બનાવવા માટે 7.50 કરોડ રૂપિયા

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...