Tuesday, February 10, 2026

SG હાઈવે પર રફતારનો કહેર, વહેલી સવારે પકવાન નજીક કિયા-સ્કોર્પિયો કારનો ગંભીર અકસ્માત

spot_img
Share

અમદાવાદ : શહેરના હાર્દ સમા એસ.જી. હાઈવે પર ફરી એકવાર ગંભીર અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી રહી છે. આ વખતે પકવાન ચાર રસ્તાથી ગુરુદ્વારા વચ્ચેના બ્રિજ વિસ્તારમાં વહેલી સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં બે લક્ઝરી SUV અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં અફરાતફરી મચી ગઈ હતી.આજે વહેલી સવારે પકવાન બ્રિજ ઉતરતી વખતે એક મહિન્દ્રા સ્કોર્પિયો SUV ચાલકે અચાનક બ્રેક મારી હતી. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી કિયા કાર તેની સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી.

આ અકસ્માતની ઘટનાના પ્રાથમિક માહિતી મુજબ, અમદાવાદ સરખેજ-ગાંધીનગર હાઈવે (એસ.જી. હાઈવે) પર સ્કોર્પિયો કાર નંબર GJ.01.WZ.0395 અને હરિયાણા પાર્સિંગ કિયા સેલ્ટોસ કાર નંબર HR.70G.7843નો પકવાન ચોકડીથી ગુરુદ્વારા બ્રિજ નજીક આજે વહેલી સવારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કિયા સેલ્ટોસ કારના આગળના ભાગનો બૂકડો બોલી ગયો છે, જ્યારે સ્કોર્પિયો કારના પાછળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો છે.

ઘટના બાદ રોડ પર વાહનચાલકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને વાહન વ્યવહાર થંભી ગયો હતો, બાદમાં ઘટનાસ્થળે હાજર લોકોએ તપાસ કરતા કિયા સેલ્ટોસ કારની એર બેગ ખુલેલી હાલતમાં જોવા મળી હતી. જેથી કિયા કાર ચાલકનો આ અકસ્માતની ઘટનામાં આબાદ બચાવ થયો હોવાનું હાલ સામે આવ્યું છે. જ્યારે સ્કોર્પિયો કારના ચાલકને પણ કોઈ મોટી ઈજાઓ પહોંચી નહીં હોવાની વિગતો મળી રહી છે.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી ત્યારે પ્રાથમિક તપાસમાં સ્કોર્પિયો કાર GJ.01.WZ.0395ના ચાલકે અચાનક બ્રેક મારતા આ અકસ્માતની ઘટના સર્જાઈ હોવાનું સામે આવી રહ્યું છે. પકવાન બ્રિજ ઉતરતા સમયે સ્કોર્પિયો કાર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવી રહેલી HR.70G.7843 નંબરની કિયા સેલ્ટોસ કાર ધડાકાભેર અથડાઈ હતી. સાથે ઘટના બાદ પોલીસે અકસ્માતગ્રસ્ત બંને કારોને રોડ પરથી હટાવી ફરીથી વાહનવ્યવહાર શરૂ કરાવીને આ અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી હાલ સામે આવી રહી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...