Thursday, July 23, 2026

અમદાવાદમાં ફરી નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો, મંદિર સામે જ થયું ગાયનું મોત, દારૂની બોટલ મળી

spot_img
Share

અમદાવાદ: શહેરમાં ફરીથી નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે. અમદાવાદના વટવામાં જોગણી માતાના મંદિર પાસે બેફામ રીતે હંકારતા કાર ચાલકે અન્ય કારને ટક્કર મારી છે. જેમાં ગાય પણ અડફેટે આવી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ગાયનું કરૂણ મોત નીપજ્યું છે. કારમાંથી દારૂની ખાલી બોટલ પણ મળી આવી છે. જ્યારે ડ્રાઇવરની પાછળની સીટ પરથી પણ પ્લાસ્ટિકની બોટલમાં દારૂ જેવું કાંઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે, સ્થાનિકોએ કાર ચાલકને ઝડપી પાડ્યો છે. હાલ પોલીસે આ વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, વટવા વિસ્તારમાં જોગણી માતાના મંદિર પાસે ગત રાત્રે એક લક્ઝરી કારચાલકે પૂરપાટ ઝડપે વાહન ચલાવી અકસ્માત સર્જ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કારચાલક એટલી હદે નશામાં હતો કે તેને રસ્તા પરનું પણ ભાન નહોતું. કારની ગતિ એટલી તેજ હતી કે અકસ્માત બાદ મોટો અવાજ આવતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. અકસ્માત સર્જાયા બાદ જ્યારે ગુસ્સે ભરાયેલા લોકોએ કારની તપાસ કરી, ત્યારે અંદરથી દારૂની બોટલ મળી આવતા મામલો વધુ બિચક્યો હતો. લોકોનો આક્ષેપ છે કે કારચાલક સંપૂર્ણપણે નશાની હાલતમાં હતો અને તેના કારણે જ આ ગંભીર અકસ્માત સર્જાયો છે. કારમાંથી મળેલી દારૂની બોટલ ગુજરાતમાં દારૂબંધીના કાયદાના અમલીકરણ સામે ફરી એકવાર સવાલો ઉભા કરે છે.

આ અકસ્માતની સૌથી દુખદ બાબત એ છે કે કારચાલકે એક અબોલ ગાયને અડફેટે લીધી હતી. સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ, ટક્કર એટલી જોરદાર હતી કે ગાયનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. પોતાના પશુઓના જીવ જોખમમાં મુકાતા જોઈને સ્થાનિકોએ કારચાલકને સ્થળ પર જ ઝડપી પાડ્યો હતો. લોકોએ તેને પકડીને પોલીસને જાણ કરી હતી, જે બાદ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ઘટનાની જાણ થતા જ વટવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો અને કારચાલકની અટકાયત કરી હતી. કારચાલકનું મેડિકલ પરીક્ષણ કરાવવાની તજવીજ હાથ ધરાઈ છે જેથી તે નશામાં હતો કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ થઈ શકે. પોલીસે ગુનો નોંધીને કાર અને દારૂની બોટલ જપ્ત કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે કે આ નબીરો ક્યાંથી આવતો હતો અને દારૂ ક્યાંથી લાવ્યો હતો.

થોડા દિવસ પહેલા પણ શહેરમાં નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. શહેરના નરોડા સિવિક સેન્ટર નજીક મુખ્ય માર્ગ પર દારૂના નશામાં ધૂત નબીરા રાઘવેંદ્ર સીંગે બેફામ ડ્રાઈવિંગ કરી એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી. અકસ્માત બાદ નબીરો ફરાર થયો હતો. સ્થાનિક યુવાઓના આક્ષેપ પ્રમાણે, લોકોએ આ નબીરાનો પીછો કરી ગાડી પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસ વાન આવી નબીરાને બચાવી ભગાવી દેવામાં આવ્યો છે. આ ઘટનાનો વીડિયો બનાવનાર યુવક પર નબીરાએ ગાડી ચઢાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ છે. આ સાથે ધારાસભ્ય અમૃત ઠાકોરે નબીરાને પોલીસ બચાવતી હોવાનો આરોપ લગાવ્યો છે. જોકે, પોલીસે નબીરાની (31 વર્ષ) અટકાયત કરી લીધી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...