Thursday, April 16, 2026

અમદાવાદમાં રહેણાંક ફ્લેટમાં ચાલતા PG સીલ થતા ‘મધરાતે’ સંગ્રામ : યુવક-યુવતીઓએ AMC કચેરી ગજવી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ ગુજરાત હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજી (PIL) અને અદાલતના કડક વલણ બાદ AMC તંત્ર સફાળું જાગ્યું છે, જેના ભાગરૂપે શહેરના બોડકદેવ, વસ્ત્રાપુર અને ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદે ચાલતા PGને AMC દ્વારા નોટિસ આપ્યા બાદ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.19 ફેબ્રુઆરીના રોજ AMCના એસ્ટેટ વિભાગ દ્વારા વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા પ્રેમચંદ નગરમાં અને ગોતામાં આનંદવિહાર સોસાયટીમાં ચાલતા કુલ 50 જેટલા PGને સીલ કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા 50 થી વધુ PG એકમોને અચાનક સીલ કરી દેવામાં આવતા મોટો વિવાદ સર્જાયો છે. ખાસ કરીને સેટેલાઈટ અને પ્રેમચંદનગર વિસ્તારના PGમાં જ્યારે યુવક-યુવતીઓ રાત્રે નોકરી કે અભ્યાસ પૂરો કરીને પાછા ફર્યા, ત્યારે દરવાજા પર સીલ જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. પોતાનો સામાન અંદર હોવા છતાં અને રાત્રિ રોકાણ માટે કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે આશરે 100 થી 150 લોકોનું ટોળું રોષે ભરાયું હતું.

PG સંચાલકો અને રહેવાસીઓએ સાથે મળીને પ્રેમચંદનગરથી બોડકદેવ AMC કચેરી સુધી વિશાળ રેલી યોજી હતી. “તંત્રની આ કેવી નીતિ?” આ સવાલો સાથે તેઓએ કોર્પોરેશનની કચેરીએ ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા. તંત્રની આ કડક કાર્યવાહી સામે લડત આપવા માટે PGમાં રહેતા યુવાનોએ અનોખો રસ્તો અપનાવ્યો છે. તેમણે જાહેરાત કરી છે કે જ્યાં સુધી તંત્ર વૈકલ્પિક વ્યવસ્થા ન કરે અથવા સીલ ન ખોલે, ત્યાં સુધી તેઓ બોડકદેવ AMC કચેરીમાં જ રાત્રિ રોકાણ કરશે.

PG સંચાલકોએ પણ આ આંદોલનમાં જોડાઈને કચેરીમાં જ રોકાવાનું એલાન કર્યું છે. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરાવવું જોઈએ, પરંતુ અચાનક સીલ મારી દેવાથી યુવતીઓ અને વિદ્યાર્થીઓ રસ્તે રઝળતા થયા છે. રાત્રિના સમયે કન્યાઓને સુરક્ષિત રહેવા માટે કોઈ જગા ન હોવાથી તંત્રની માનવતા સામે પણ આંગળી ચીંધાઈ રહી છે. હાલમાં સ્થિતિ તણાવપૂર્ણ છે અને પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે.

બીજી બાજુ વહીવટી તંત્રના મતે રહેણાંક મિલકતનો વ્યાવસાયિક ઉપયોગ કરવો એ કાયદાકીય રીતે ગંભીર ઉલ્લંઘન છે, કારણ કે આવા એકમો પાસે જરૂરી ફાયર સેફ્ટી કે વ્યાવસાયિક લાયસન્સ હોતા નથી. મ્યુનિસિપલ અધિકારીઓના જણાવ્યા મુજબ, રહેણાંક સોસાયટીઓમાં PG ચલાવવાથી પાર્કિંગ અને સુરક્ષાના પ્રશ્નો ઉભા થાય છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં લાંબા સમયથી રોષ જોવા મળી રહ્યો હતો.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...