Friday, April 17, 2026

અમદાવાદમાં લક્ઝરી-ST બસોની એન્ટ્રી સાવ બંધ થશે, AMTS-BRTS અને મેટ્રોનો ઉપયોગ કરવો પડશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં 2030 માં યોજાનાર કોમનવેલ્થ સુધીમાં ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે અને શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને ઘટાડવા માટે હવે લક્ઝરી બસો અને એસટી (GSRTC)ની બસોને શહેરની અંદર પ્રવેશ આપવામાં નહીં આવે. આ બસો હવે માત્ર એસજી હાઈવે અને એસપી રિંગ રોડ સુધી જ આવશે. ત્યાંથી મુસાફરોને AMTS, BRTS અને મેટ્રો જેવી જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરવો પડશે.

અમદાવાદમાં જાહેર એક્ઝિબિશન ‘AmdavadNXT’ના ઉદ્ઘાટન પ્રસંગમાં રાજ્ય સરકારના શહેરી વિકાસ મંત્રી અને અસારવાના ભાજપ ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, આગામી વર્ષ 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ યોજાવાની છે, ત્યારે મહત્વનો પ્રોજેક્ટ રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને કરી રહી છે. શહેરમાં જાહેર પરિવહનની AMTS, BRTS અને મેટ્રો દોડી રહી છે.

લોકો વધુમાં વધુ જાહેર પરિવહનનો ઉપયોગ કરે તે માટે અપીલ કરવામાં આવી છે. શહેરમાં વસ્તી દિવસે દિવસે વધી રહી છે. એક જ ઘરમાં ચાર લોકો અને ચાર વાહનો હોય તો ટ્રાફિક સમસ્યા વધે છે. જો લોકો ખાનગી વાહનોને બદલે જાહેર પરિવહન અપનાવે તો ટ્રાફિકમાં મોટો ઘટાડો શક્ય છે. અમદાવાદ મેટ્રો સિટી તરીકે વિકસી રહ્યું છે, તેથી અન્ય મહાનગરોની જેમ આયોજનબદ્ધ પરિવહન વ્યવસ્થા જરૂરી બની છે.આ આયોજનથી શહેરના મુખ્ય રસ્તાઓ પર ભારે વાહનોની અવરજવર ઘટશે અને ટ્રાફિક હળવો બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

જાહેર પરિવહન અંગે જાગૃતિ લાવવા માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રિવરફ્રન્ટ હાઉસમાં 21થી 23 ફેબ્રુઆરી સુધી સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધી એક્ઝિબિશન યોજાયું છે. આ કાર્યક્રમ તમામ નાગરિકો માટે ખુલ્લો રહેશે. આ પહેલનો હેતુ શહેરમાં સર્વસમાવેશક, જલવાયુ-સહનક્ષમ અને લોકો કેન્દ્રિત મોબિલિટી અંગે ચર્ચા કરવાનું છે.

2023 અને 2030માં આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલોત્સવોને ધ્યાનમાં રાખીને શહેરના રોડ, ફૂટપાથ અને અન્ય સુવિધાઓનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. વિદેશી પ્રતિનિધિઓ અમદાવાદ આવે ત્યારે શહેરની સકારાત્મક છબી ઉભી થાય તે માટે સરકાર અને AMC દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...