Thursday, September 17, 2026

અમદાવાદના નગરદેવી ભદ્રકાળી નગરચર્યાએ નીકળ્યા, માતાજીની યાત્રા જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીની આજે એટલે કે 26 ફેબ્રુઆરીના રોજ સાવારે ભવ્ય નગરયાત્રા નીકળી. મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ પહિંદ વિધિ કરી કરી નગરયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. આ નગરયાત્રામાં માતાજીનો રથ, નાસિક ઢોલ, અખાડાના કલાકારો, ભજન મંડળીઓ અને મોટી સંખ્યામાં વાહનોનો કાફલો જોડાયો.

અમદાવાદ આજે તેના 615મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરી રહ્યું છે. અત્યારે શહેરના નગરદેવી માં ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રા શ્રદ્ધાળુઓના જયઘોષ સાથે શહેરના માર્ગો પર ફરી રહી છે. વહેલી સવારે નીજ મંદિરથી મેયર પ્રતિભા જૈન અને મંત્રીઓની ઉપસ્થિતિમાં આ યાત્રાનું ભવ્ય પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. અમદાવાદ પોલીસ દ્વારા નગરદેવીને સન્માનપૂર્વક ‘ગાર્ડ ઓફ ઓનર’ અર્પણ કરવામાં આવ્યું છે, જે દ્રશ્યો ભાવિકોના મન મોહી રહ્યા છે.

અત્યારે નગરયાત્રામાં ભજન મંડળીઓ અને અખાડાઓના કરતબો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. યાત્રા ત્રણ દરવાજા અને માણેકનાથ બાબાના મંદિરે પહોંચી છે, જ્યાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. ગાંધી રોડ, ખાડિયા અને રાયપુર ચકલાના માર્ગો ‘જય ભદ્રકાળી’ ના નાદથી ગુંજી રહ્યા છે. રસ્તામાં ઠેર-ઠેર નગરદેવીનું ભાવભીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

નગરયાત્રા હવે ઢાળની પોળ થઈને મ્યુનિસિપલ કોઠા અને ત્યાંથી જમાલપુર જગન્નાથજીના મંદિર તરફ આગળ વધી રહી છે. ત્યારબાદ યાત્રા રિવરફ્રન્ટ પહોંચશે, જ્યાં સાબરમતી નદીની ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. મહાલક્ષ્મી માતાજીના મંદિર અને વસંત ચોક ગણેશ મંદિર થઈને યાત્રા મોડી સાંજે નિજ મંદિર પરત ફરશે.

નગરયાત્રાને પગલે સમગ્ર કોટ વિસ્તારમાં ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. અમદાવાદના સ્થાપના દિવસે નીકળેલી આ સવારી શહેરના ભવ્ય વારસાની ઝાંખી કરાવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...