Wednesday, April 22, 2026

અમદાવાદ આવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કરોડોના બે મોટા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને લોકાર્પણ

spot_img
Share

અમદાવાદ : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 7 માર્ચની સાંજે અમદાવાદ આવી પહોંચશે. આ પ્રવાસ ખાસ એટલા માટે છે કારણ કે 9 માર્ચે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ની વર્તમાન ટર્મ પૂર્ણ થઈ રહી છે. ટર્મ પૂરી થાય તે પહેલાં, 8 માર્ચે અમિત શાહ શહેરના પૂર્વ વિસ્તારના નાગરિકો માટે અત્યંત મહત્વના એવા બે મોટા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 7 માર્ચના રોજ સાંજે અમદાવાદ આવી પહોંચશે. 8 માર્ચના રોજ અમિત શાહના હસ્તે અનેક મહત્વના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે, જેમાં મુખ્ય આકર્ષણ વસ્ત્રાલ ખાતેનું નવનિર્મિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે. આશરે રૂ. 60 કરોડથી વધુના ખર્ચે આ અત્યાધુનિક સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે અત્યંત મહત્વપૂર્ણ એવા ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ફેઝ-1નું પણ ગૃહમંત્રી લોકાર્પણ કરશે. નરોડાથી વિંઝોલ સુધીના 12 કિલોમીટર લાંબા રૂટ પર પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુ કોર્પોરેશનની ટર્મ 9 માર્ચે પૂર્ણ થઈ રહી છે, તે પૂર્વે કેન્દ્રીય મંત્રી દ્વારા આ લોકાર્પણ કાર્યક્રમો યોજીને શાસક પક્ષ વિકાસના કામોનો સીધો લાભ જનતા સુધી પહોંચાડવા માંગે છે. પૂર્વ અમદાવાદમાં ખારીકટ કેનાલ અને વસ્ત્રાલના પ્રોજેક્ટ્સ લાંબા સમયથી ચર્ચામાં હતા, જેનું હવે વિધિવત રીતે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આ પ્રવાસ દરમિયાન અમિત શાહ અન્ય સંગઠનાત્મક બેઠકો અથવા સ્થાનિક કાર્યક્રમોમાં પણ હાજરી આપી શકે છે. સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે અત્યારથી જ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...