Thursday, September 17, 2026

અમદાવાદમાં ધુળેટીની ઉજવણી ફેરવાઇ માતમમાં, સાબરમતી નદીમાં નાહવા પડેલા 4 યુવકોના ડૂબી જતા મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાંથી અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં ધુળેટીના પવિત્ર તહેવાર બાદ એક કરૂણ ઘટના બની છે.શહેરના કુબેરનગર વિસ્તારના ચાર યુવકોના ડૂબી જવાથી મોત થયા છે. આજે 4 માર્ચના રોજ ધૂળેટીનો તહેવાર હોવાથી ચારેય યુવકો નદીમાં નાહવા માટે પડ્યા હતા, ત્યારે તેઓ ડૂબી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટનાસ્થળ ઉપર દોડી ગઈ હતી.ફાયર વિભાગ દ્વારા ચારેયના મૃતદેહ બહાર કઢાયા છે અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના કોતરપુર વોટર વર્કસ પાછળથી સાબરમતી નદી પસાર થાય છે. આજે ધુળેટીનો તહેવાર હોવાના કારણે કુબેરનગર વિસ્તારમાં રહેતા સાહિલ, પિયુષ, દુર્ગેશ અને સન્ની નામના મિત્રો સાબરમતી નદીમાં નાહવા માટે ગયા હતા. કોતરપુર વોટર વર્કસ પાછળ નદીમાં નાહવા માટે તેઓ પડ્યા હતા, ત્યારે અચાનક જ ડૂબવા લાગ્યા હતા. ત્યાંથી પસાર થતા એક વ્યક્તિ દ્વારા ત્રણ યુવકો ડૂબતા હોવાનું જોઈને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. ફાયરની ટીમ દ્વારા નદીમાં શોધખોળ હાથ કરવામાં આવી હતી જેમાં ત્રણની જગ્યાએ ચાર જેટલા યુવકો મળી આવ્યા હતા. ચારેય યુવકોના નદીમાં ડૂબી જવાથી મોત થયા હતા. 108 એમ્બ્યુલન્સને પણ જાણ કરવામાં આવી હતી. જેમણે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળ ઉપર પહોંચી ગઈ હતી.

ધૂળેટીના પવિત્ર તહેવાર પર ગુજરાતમાં પાંચ અલગ-અલગ ડૂબવાની ઘટનાઓએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, અમરેલી અને સુરતમાં બનેલી આ કરુણ દુર્ઘટનાઓમાં 5 બાળકો સહિત કુલ 20થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેના કારણે હોળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...