Thursday, September 17, 2026

અમદાવાદમાં ગરમીને લઈને વાહનચાલકોને મોટી રાહત, 70 ટ્રાફિક સિગ્નલ પર બપોર 12થી 4 ટ્રાફિક સિગ્નલ રહેશે બંધ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં બપોરના સમયે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને સિગ્નલ પર ઊભા રહી શેકાવું ન પડે તે માટે AMC એ હીટ એક્શન પ્લાન હેઠળ મહત્વનો નિર્ણય લીધો છે. નવા પ્લાન મુજબ, શહેરના મુખ્ય 70 જેટલા ટ્રાફિક સિગ્નલો બપોરે 12 થી 4 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ ટ્રાફિક જંકશન પર વાહનચાલકોને સીધા તડકામાં લાંબો સમય ઊભા રહેવાથી બચાવવાનો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMC દ્વારા હીટ એક્શન પ્લાન હેઠળ માત્ર સિગ્નલ બંધ કરવા એટલું જ નહીં, પણ જ્યાં સિગ્નલ ચાલુ રાખવા અનિવાર્ય છે અથવા મોટા જંકશનો છે, ત્યાં વાહનચાલકોને છાંયડો મળી રહે તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે. CREDAI અને અન્ય સામાજિક સંસ્થાઓના સહયોગથી ટ્રાફિક સિગ્નલો પર ‘ગ્રીન નેટ’ (લીલી જાળી) લગાવવામાં આવશે. આ નેટ એવી રીતે લગાવવામાં આવશે કે જેથી પોલીસના CCTV કેમેરાની દેખરેખમાં કોઈ અવરોધ ન આવે અને વાહનચાલકોને આકરી ગરમીથી સુરક્ષા મળે.

અમદાવાદમાં દર વર્ષે હીટવેવના કારણે લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર પડતી હોય છે. હીટ એક્શન પ્લાન હેઠળ એએમસી દ્વારા પાણીની પરબો, ગ્રીન કવર અને હોસ્પિટલોમાં વિશેષ હીટ વોર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રાફિક સિગ્નલ બંધ રહેવાથી બપોરના સમયે ટ્રાફિકનું ભારણ હળવું થશે અને વાહનચાલકો ઝડપથી પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકશે.AMC તંત્રના આ નિર્ણયને શહેરીજનો આવકારી રહ્યા છે, કારણ કે માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...