Thursday, July 23, 2026

અમદાવાદમાં AMC ચૂંટણીમાં ભાજપમાં ફરી ‘નો રિપીટ‘ થીયરીની શક્યતા..!!

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે રાજકીય પારો અત્યારથી જ ઉંચકાયો છે. રાજ્ય ચૂંટણી પંચ અને સરકાર દ્વારા વહીવટી તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપે ઉમેદવારોના પસંદગીના માપદંડોને લઈને અત્યંત મહત્વનો ર્નિણય લીધો છે. ગત મ્યુ ચુંટણીઓ દરમિયાન ભાજપ દ્વારા લાગુ કરાયેલ આ વખતે પણ પોતાની કડક ‘નો-રિપીટ‘ થીયરી ચાલુ રાખશે, જેના કારણે અનેક દિગ્ગજ નેતાઓના પત્તા કપાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

ભાજપના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, પક્ષે આ વખતે યુવાઓને મેદાનમાં ઉતારવા પર વધુ ભાર મૂક્યો છે. ભાજપે ર્નિણય લીધો છે કે જે નેતાઓ ત્રણ ટર્મથી વધુ સમયથી ચૂંટણી લડ્યા છે અથવા જેઓની વય 60 વર્ષથી વધુ છે, તેમને આ વખતે ટિકિટ આપવામાં આવશે નહીં. આ આકરા ર્નિણયને કારણે વર્ષોથી સત્તામાં રહેલા અનેક ‘જૂના જાેગીઓ‘ માં ફફડાટ વ્યાપી ગયો છે. ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરીએ તો, હાલમાં એવા 32 જેટલા કોર્પોરેટરો છે જેઓ કાં તો ત્રણ ટર્મ પૂરી કરી ચૂક્યા છે અથવા વયમર્યાદાના કારણે ભાજપના નવા ધારાધોરણોમાં ફિટ બેસતા નથી. પરિણામે, અમદાવાદમાં જ મોટાપાયે નવા ચહેરાઓને તક મળી શકે છે.

બીજી તરફ, મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે પણ પોતાની રણનીતિ બદલી છે. કોંગ્રેસ હવે જૂના નેતાઓના સ્થાને પક્ષના કાર્યક્રમોમાં સક્રિય રહેનારા યુવા કાર્યકરો પર મદાર બાંધી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બદલાયેલા સમીકરણોમાં કોંગ્રેસ પરિવારવાદને પણ મહત્વ આપી શકે છે અને અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં ભાજપને ટક્કર આપવા માટે ‘આયાતી‘ (અન્ય વિસ્તારના સક્ષમ) ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહી છે.આગામી દિવસોમાં જ્યારે સંગઠન દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી શરૂ કરવામાં આવશે, ત્યારે ટિકિટ વાંચ્છુઓની દોડધામમાં વધારો થવો નિશ્ચિત છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...