Thursday, September 17, 2026

અમદાવાદમાં ‘મિની વાવાઝોડા’ બાદ મેઘરાજાની બેટિંગ, ક્યા કયા વિસ્તારોમાં નુકશાન થયું ?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર રાજ્યના વાતાવરણમાં છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળી રહેલી ગરમી વચ્ચે આજે અચાનક કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગ દ્વારા 18 થી 21 માર્ચ દરમિયાન કરવામાં આવેલી કમોસમી વરસાદની આગાહી અમદાવાદમાં સાચી ઠરી છે. બપોર પછી શહેરના આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોતજોતામાં અંદાજે 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા તેજ પવને ધૂળની ડમરીઓ ઉડાડતા વાતાવરણ ધૂંધળું બની ગયું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં આ મિની વાવાઝોડાને કારણે એસ.જી. હાઈવે, પ્રહલાદનગર અને સેટેલાઈટ જેવા વિસ્તારોમાં વિઝિબિલિટી એટલી ઓછી થઈ ગઈ હતી કે વાહનચાલકોને ધોળે દિવસે હેડલાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી. ઓફિસથી ઘરે પરત ફરી રહેલા હજારો અમદાવાદીઓ આ અચાનક આવેલી આફતમાં અટવાઈ પડ્યા હતા. જેમાં ઑફિસેથી ઘરે જતી વખતે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના S G હાઈવે, ચાંદખેડા, મોટેરા, મકરબા, સેટેલાઇટ, બોપલ, રામદેવનગર, પ્રહલાદનગર, વેજલપુર, સરખેજ, વિસલપુર, સનાથલ, કાશિન્દ્રા અને શાંતિપુરા સહિતના વિસ્તારમાં માવઠા થયા હતા.

આ ઉપરાંત આ કુદરતી આફત વચ્ચે બાવળા-સરખેજ હાઈવે પર આવેલા સરી ગામે એક મોટી હોનારત ટળી હતી. ચૈત્રી નવરાત્રીના પર્વ નિમિત્તે મેલડી માતાજીના મંદિરે ભક્તો માટે વિશાળ મંડપ બાંધવામાં આવ્યો હતો, જે વાવાઝોડામાં ઉખડીને સીધો હાઈવોલ્ટેજ વીજ લાઈન પર જઈ પડ્યો હતો. સામાન્ય રીતે ૧૧ KV ની લાઈન પર લોખંડ કે ભીના કપડાનો મંડપ પડવાથી મોટો બ્લાસ્ટ થઈ શકે છે, પરંતુ આ લાઈન આધુનિક ઇન્સ્યુલેટેડ હોવાને કારણે કોઈ કરંટ ઉતર્યો ન હતો અને સેંકડો શ્રદ્ધાળુઓના જીવ બચી ગયા હતા. જોકે, બાવળાના મેળામાં પવનને કારણે સ્ટોલ અને મંડપોને નુકસાન થયું હોવાના અહેવાલો પણ પ્રાપ્ત થયા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગના જણાવ્યા મુજબ, શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કુલ ૧૬ જેટલા તોતિંગ વૃક્ષો જમીનદોસ્ત થયા છે. ખાસ કરીને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં તેની સૌથી વધુ અસર જોવા મળી છે, જ્યાં ગોદરેજ ગાર્ડન સિટી અને ઝાયડસ રોડ જેવા વિસ્તારોમાં જ ૯ વૃક્ષો પડી જવાની ઘટનાઓ બની છે.

સદનસીબે, કોર્પોરેશનની ટીમોએ તાત્કાલિક એક્શનમાં આવીને રસ્તા પર પડેલા વૃક્ષોને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી, જેના કારણે ટ્રાફિકની સમસ્યામાં થોડી રાહત મળી હતી. આ માવઠાને કારણે વેજલપુર, સરખેજ અને મકરબા જેવા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા ગરમીમાં તો ઘટાડો થયો છે, પરંતુ ખેડૂતો અને ખુલ્લામાં વેપાર કરતા લોકો માટે આ વરસાદ ચિંતાનો વિષય બન્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...