અમદાવાદ : શહેરમાં ચૂંટણીનો માહોલ છવાયો છે. એકબાજુ સત્તાધારી પક્ષ એક બાદ એક બાદ લોકાર્પણ કરી રહ્યું છે. ત્યારે બીજી બાજુ અન્ય પક્ષના નેતા લોકો લાખે સંવાદ વધારી રહ્યા છે. અમદાવાદમાં પણ આજે સવારે ભાડજ સર્કલ પર 73.33 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ઓવરબ્રિજનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ છે.
આજે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાડજ સર્કલ પર બનાવવામાં આવેલા ફ્લાયઓવરનું લોકાર્પણ કર્યું છે. સિક્સ લેનનો આ બ્રિજ 27 મીટર પહોળો છે અને 73.33 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. ભાડજ સર્કલ અત્યાર સુધી એસપી રિંગ રોડ પર સૌથી વધુ ટ્રાફિક ધરાવતું સર્કલ હતું. બ્રિજ બન્યા પછી રોજના 21 હજાર ભારે વાહન સીધા જ ફ્લાયઓવર પરથી નીકળી જશે.
ભાડજ ફ્લાયઓવરનું લોકાર્પણ કર્યા બાદ અમિત શાહ વિરોચનનગર જવા રવાના થયા હતા. વિરોચનનગર ખાતે બનાવવામાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેમની સાથે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા.