Wednesday, March 25, 2026

માનવતાનો મહાકુંભ : અમદાવાદ સિવિલ હોસ્પિટલે રચ્યો ઈતિહાસ ! 1000 અંગદાનનો આંકડો પાર કરી દેશમાં મોખરે

spot_img
Share

અમદાવાદ : કહેવાય છે કે ‘સેવા પરમો ધર્મ’, અને આ વાક્યને અમદાવાદની સિવિલ હોસ્પિટલે સાચા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે. સિવિલ હોસ્પિટલે અંગદાનના ક્ષેત્રમાં એક એવો ઐતિહાસિક માઇલસ્ટોન હાંસલ કર્યો છે, જેની ગુંજ સમગ્ર દેશમાં સંભળાઈ રહી છે. છેલ્લા 5 વર્ષ અને 87 દિવસમાં હોસ્પિટલે કુલ 1000 અંગો અને પેશીઓનું દાન મેળવીને સેવાનો નવો કીર્તિમાન સ્થાપ્યો છે.આ ઐતિહાસિક માઇલસ્ટોન દર્શાવે છે કે જો તબીબોનું સમર્પણ અને સમાજની સંવેદના મળે, તો મૃત્યુ બાદ પણ કોઈના જીવનમાં ઉજાસ પાથરી શકાય છે.

ઐતિહાસિક સિદ્ધિ
આ ઐતિહાસિક સિદ્ધિ સંખેડાના 60 વર્ષીય રમેશભાઈ બાબુભાઈ તડવીના અંગદાન સાથે પૂર્ણ થઈ છે. એક માર્ગ અકસ્માત બાદ રમેશભાઈને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. શોકની આ આકરી પળોમાં પણ તેમના પત્ની નાથીબેન અને પરિવારજનોએ હિંમત દાખવી અંગદાનનો નિર્ણય લીધો. રમેશભાઈના અંગદાનથી એક લીવર, બે કિડની અને બે આંખો પ્રાપ્ત થઈ છે, જે પાંચ જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન અને રોશની આપશે.

5 વર્ષની અવિરત સેવા અને રાષ્ટ્રીય સન્માન
27 ડિસેમ્બર 2020થી શરૂ થયેલા આ સેવા યજ્ઞમાં અત્યાર સુધીમાં કુલ 767 અંગો અને 233 પેશીઓનું દાન મળ્યું છે. આ ભગીરથ કાર્યને કારણે 745થી વધુ ગંભીર દર્દીઓના જીવ બચાવી શકાયા છે. સિવિલ હોસ્પિટલની આ શ્રેષ્ઠ કામગીરી બદલ કેન્દ્ર સરકારની સંસ્થા NOTTO અને ROTTO દ્વારા હોસ્પિટલને ‘બેસ્ટ ઓર્ગન રિટ્રાઇવલ સેન્ટર’ અને ‘બેસ્ટ બ્રેઇન ડેડ કમિટી’ જેવા પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી છે.

આંકડાકીય સિદ્ધિઓ પર એક નજર
સિવિલ હોસ્પિટલે સ્થાપેલા કીર્તિમાનમાં અનેક રેકોર્ડનો સમાવેશ થાય છે:
કુલ દાન: 427 કિડની, 206 લીવર, 192 આંખો, 73 હૃદય, 41 સ્કીન, 34 ફેફસાં, 19 સ્વાદુપિંડ, 6 હાથ અને 2 આંતરડા.
વયજૂથ: 41 થી 60 વર્ષના 90 દાતાઓ અને 13 થી 25 વર્ષના 44 યુવાનોએ અંગદાન કર્યું છે.
વ્યાપ: અંગદાતાઓમાં ગુજરાતના 203 લોકો ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને નેપાળ જેવા પાડોશી દેશના નાગરિકોનો પણ સમાવેશ થાય છે.
વિશેષ રેકોર્ડ: ગુજરાતનું પ્રથમ હાથનું દાન અને પ્રથમ આંતરડાનું દાન પણ આ જ હોસ્પિટલમાં સફળતાપૂર્વક થયું છે.

સંવેદના અને જાગૃતિનો વિજય
તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોષીના જણાવ્યા મુજબ, આ સફળતા પાછળ ટીમવર્ક અને પારદર્શકતા મુખ્ય છે. જ્યારે કોઈ પરિવાર પોતાના સ્વજનને ગુમાવ્યાના દુઃખમાં હોય ત્યારે તેમને અંગદાન માટે તૈયાર કરવા એ સૌથી મોટું પડકારજનક કાર્ય છે. પરંતુ વધતી જતી સામાજિક જાગૃતિને કારણે આજે લોકો ‘અંગદાન એ જ મહાદાન’ સૂત્રને અપનાવી રહ્યા છે. જો ભવિષ્યમાં આ સંવેદના હજુ વધશે, તો અંગોની અછતને કારણે કોઈ પણ દર્દીએ જીવ ગુમાવવો નહીં પડે. અમદાવાદ સિવિલ હોસ્પિટલની આ 1000 અંગદાનની સિદ્ધિ માત્ર એક આંકડો નથી, પરંતુ હજારો પરિવારોના ચહેરા પર આવેલી સ્મિતની ગાથા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...