Tuesday, April 7, 2026

ચાંદખેડામાં ઢોસાના ખીરાથી થયેલા મોત કેસમાં નવો વળાંક, પોસ્ટમોર્ટમ માટે 4 દિવસ બાદ બાળકીનો મૃતદેહ બહાર કઢાયો

spot_img
Share

અમદાવાદ :અમદાવાદના ચાંદખેડામાં ઢોસાના ખીરુના કારણે બે બાળકીના મોત થયા હતા. FSLની હાજરીમાં અઢી માસની બાળકી રાહાનો ચાર દિવસે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. હવે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.પરિવારે બાળકીના મોત બાદ મૃતદેહની અંતિમવિધિ કરી હતી. બંને બાળકીના શકાસ્પદ મોત મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ચાંદખેડામાં ઢોસાના ખીરુના કારણે અઢી મહિનાની બાળકીના મોત બાદ પરિવારજનોએ અંતિમવિધિ કરી દીધી હતી. પરંતુ કેસમાં શંકાસ્પદ પરિસ્થિતિઓ સામે આવતા હવે પોલીસ દ્વારા મૃતદેહને ફરી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન Forensic Science Laboratory (FSL)ની ટીમ પણ હાજર રહેશે, જેથી તપાસને વૈજ્ઞાનિક આધાર મળી શકે. આ પ્રક્રિયા કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્મશાનગૃહ ખાતે હાથ ધરાશે, જેથી કોઈ અનિચ્છનીય સ્થિતિ ન સર્જાય.

પ્રાથમિક માહિતી મુજબ, પરિવારે બજારમાંથી ઢોસા બનાવવા માટે તૈયાર ખીરું લાવ્યું હતું. તેમાંથી બનાવેલા ખોરાકનું સેવન કર્યા બાદ પરિવારના સભ્યોની તબિયત બગડી ગઈ હતી. આ ઘટનામાં બે બાળકી એક લગભગ 3 મહિનાની અને બીજી 4 વર્ષની બાળકીના કરુણ મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ માતા-પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે.

ઘટના બાદ સ્થાનિક સ્તરે ભારે રોષ જોવા મળી રહ્યો છે. બજારમાં મળતા તૈયાર ખોરાકની ગુણવત્તા અને તેની નિયમિત તપાસ અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. લોકોનો આક્ષેપ છે કે, જવાબદાર વિભાગો દ્વારા યોગ્ય દેખરેખ રાખવામાં આવી નથી. સાથે જ, ઘટનાના સમયે તંત્ર ચૂંટણી સંબંધિત કામગીરીમાં વ્યસ્ત હોવાના કારણે કાર્યવાહી મોડે શરૂ થઈ હોવાનો પણ મુદ્દો ચર્ચામાં છે.

પોલીસ દ્વારા ખોરાકના નમૂનાઓ એકત્રિત કરીને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ઢોસાના ખીરામાં કોઈ ભેળસેળ હતી કે નહીં, તે અંગે સત્ય હવે વૈજ્ઞાનિક તપાસ બાદ જ બહાર આવશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...