Saturday, April 18, 2026

ચાંદખેડામાં બે માસૂમ બાળકીઓના મોતનું રહસ્ય વધુ ઘેરાયું, FSL રિપોર્ટ આવ્યા બાદ પણ રહસ્ય અકબંધ

spot_img
Share

અમદાવાદ : શહેરના ચાંદખેડા વિસ્તારમાં ખીરુંના ઢોસા ખાધા બાદ બે માસૂમ બાળકીઓ, રાહા અને મિસ્ટીના મોતના કેસે સમગ્ર શહેરમાં ચકચાર મચાવી હતી. આ મામલે લેબોરેટરીમાં મોકલવામાં આવેલા સેમ્પલ્સનો FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) રિપોર્ટ સામે આવી ગયો છે. જોકે, આ રિપોર્ટ બાદ તપાસ વધુ જટિલ બની હોય તેમ લાગી રહ્યું છે.FSL રિપોર્ટમાં કાંઈ પણ શંકાસ્પદ મળી આવ્યું નથી. રિપોર્ટમાં કંઈ વાંધાજનક ન મળતા હવે પોલીસ તપાસ અટવાઈ છે. હવે, પોલીસ મૃત્યુનું કારણ નક્કી કરવા માટે તપાસ કરશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, 3 એપ્રિલે ઘટના બહાર આવ્યાના 15 દિવસ બાદ પણ આજે 18 એપ્રિલ સુધી અમદાવાદ પોલીસ બે માસૂમ બાળકીના શંકાસ્પદ મોતનું રહસ્ય શોધી શકી નથી.હવે 15 દિવસ પછી FSL રિપોર્ટ પણ આવી ગયો છે. જેમાં બંને બાળકીની બોડીમાંથી કોઈ શંકાસ્પદ પદાર્થ ન હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસ ઉંઘતી ઝડપાઈ છે. પોલીસે આ મામલે હાલ મૌન સેવી લીધું છે. લોકો શંકા સેવી રહ્યા છે કે શું આ કેસનું રહસ્ય ક્યારેય બહાર નહીં આવે?
ત્યારે FSL રિપોર્ટમાં કંઈ વાંધાજનક ન મળતા હવે પોલીસ તપાસ અટવાઈ છે. બંને બાળકીઓના મોત કેવી રીતે થયા? તે પોલીસ માટે મોટો પડકાર બની ગયો છે.

તમને જણાવી દઈએ કે ચાંદખેડામાં મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બાળકીના મોત નિપજ્યાં હતા. ઘટના બાદ ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુના દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પર FSLની ટીમે સેમ્પલ લીધા હતા.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...