Thursday, September 17, 2026

અમદાવાદમાં 149મી રથયાત્રાની તૈયારી : જગન્નાથ મંદિરમાં ચંદનયાત્રા અને રથ પૂજન કરાયું, જાણો વિગત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની શાન અને ભક્તોની આસ્થાના પ્રતીક સમાન 149મી રથયાત્રાની તૈયારીઓનો આજથી વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. અખાત્રીજના પવિત્ર અવસરે જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથ મંદિરમાં પરંપરાગત રીતે રથપૂજન અને ચંદનયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રા પૂર્વેની એક મહત્વપૂર્ણ ધાર્મિક વિધિ છે. મંત્રોચ્ચાર અને જય રણછોડના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું.

શાસ્ત્રોક્ત વિધિ મુજબ, અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના દિવસે ભગવાનના રથોનું પૂજન કરવાની પરંપરા છે. અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. મંદિરમાં પરંપરાગત ‘ચંદનયાત્રા’ મહોત્સવની ઉજવણી સાથે ભગવાનના ત્રણેય રથોનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન કરવામાં આવ્યું હતું.આ વિધિ રથયાત્રાના પૂર્વેનો સૌથી મહત્વનો ભાગ માનવામાં આવે છે.

મંદિરના પ્રાંગણમાં બિરાજમાન ભગવાન જગન્નાથજીના ‘નંદીઘોષ’, બહેન સુભદ્રાજીના ‘દેવદલન’ અને ભાઈ બલરામના ‘તાલધ્વજ’ રથનું પવિત્ર જળ અને પુષ્પોથી પૂજન કરાયું હતું. વૈદિક મંત્રોચ્ચાર સાથે હાથ ધરાયેલી આ વિધિમાં કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલ સહિતના અગ્રણીઓએ ભાગ લીધો હતો. આ પૂજન બાદ હવે રથોના સમારકામ અને રંગરોગાનની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે.

રથપૂજન પૂર્ણ થતા જ હવે મંદિરના પ્રાંગણમાં રથયાત્રાની તૈયારીઓનો ધમધમાટ જોવા મળશે. આગામી દિવસોમાં રથોના પૈડાંની મજબૂતીની તપાસ, શણગાર અને અન્ય વ્યવસ્થાઓ પર ધ્યાન આપવામાં આવશે. ભક્તોમાં અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે આ રથયાત્રા માત્ર એક ઉત્સવ નથી પણ અમદાવાદની સંસ્કૃતિનું અભિન્ન અંગ છે.

અષાઢી બીજે જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળશે, ત્યારે લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડશે. આજની આ પૂજન વિધિ એ ભક્તો માટે સંકેત છે કે હવે ‘અષાઢી બીજ’ દૂર નથી. રથપૂજનની આ પરંપરા સદીઓથી જળવાયેલી છે, જે શહેરની શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના સાથે સંપન્ન થઈ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...