Thursday, September 17, 2026

નારણપુરામાં રીડેવલપમેન્ટને કારણે સ્થળાંતર થયેલ મતદારોના વોટ ભાજપ માટે ચિંતાનો વિષય

spot_img
Share

અમદાવાદ : શહેરના નારણપુરા વિસ્તારમાં એક મોટો વિસ્તાર જે જેમાં હાઉસિંગ બોર્ડની કોલોનીઓ અને સોસાયટીઓ આવેલ છે, તેમાં અનેક સોસાયટીઓ રીડેવલ્પમેન્ટમાં ગયેલ છે, જેના કારણે નારણપુરા વોર્ડમાં રીડેવલપમેન્ટ એક એવો મુદ્દો બની ગયો છે જે ભાજપની પરંપરાગત વોટબેંકમાં ગાબડું પાડી શકે છે. નારણપુરા એ ભાજપનો સૌથી સુરક્ષિત ગઢ માનવામાં આવે છે, પરંતુ આ વખતે સ્થિતિ થોડી અલગ છે.

પ્રાપ્ત વિગતો મુજબ, નારણપુરાના અનેક જૂના ફ્લેટ્સ અને સોસાયટીઓ (પ્રગતિનગર આસપાસ અને સોલા વિસ્તારોમાં) રીડેવલપમેન્ટમાં ગયા છે. તેના કારણે હજારો પરિવારો અત્યારે ભાડાના મકાનમાં અન્ય વિસ્તારોમાં રહેવા ગયા છે. એટલે કે સ્થળાંતરીત થયેલ મતદારો મતદાનના દિવસે નારણપુરા સુધી વોટ આપવા આવશે કે કેમ? જો મતદાનની ટકાવારી ઘટશે, તો તેની સીધી અસર ભાજપના વિજયના માર્જિન પર પડશે.

નારણપુરામાં આ મધ્યમ વર્ગીય મતદારો જે વર્ષોથી ભાજપને વોટ આપતા આવ્યા છે, તેઓ અત્યારે પોતાની હાલાકી માટે શાસક પક્ષની નીતિઓને જવાબદાર ગણાવી રહ્યા છે. જૂના રહીશો દૂર ગયા છે અને નવા રહીશો હજુ પૂરેપૂરા સ્થાયી થયા નથી, જેના કારણે ભાજપના ‘પેજ પ્રમુખ’ માટે દરેક મતદાર સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે.

સાથે સાથે કોંગ્રેસ અને અન્ય અપક્ષ ઉમેદવારો આ મુદ્દાને હાઈલાઈટ કરી રહ્યા છે. તેઓ મતદારોને સમજાવી રહ્યા છે કે ભાજપના નેતાઓ માત્ર બિલ્ડરોના હિતમાં કામ કરે છે અને સામાન્ય રહીશોને વિસ્થાપિત કરી દીધા છે. જોકે ભાજપ અહીં મજબૂત સ્થિતિમાં જણાય છે, પરંતુ જો હાઉસિંગ બોર્ડના રહીશોની નારાજગી મતમાં પરિવર્તિત થાય, તો જીતનું માર્જિન ઘટી શકે છે.

નારણપુરામાં ભાજપ માટે હારવું મુશ્કેલ છે, પરંતુ રીડેવલપમેન્ટના કારણે વિસ્થાપિત થયેલા મતો જો વિરોધમાં જાય અથવા મતદાન ન કરે, તો ભાજપની લીડમાં મોટો ઘટાડો થઈ શકે છે. પક્ષના આંતરિક અહેવાલો મુજબ, નારણપુરાના કાર્યકરોને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે કે જેઓ બહાર ગયા છે તેમને મતદાનના દિવસે વાહનોની સુવિધા આપીને પણ મતદાન મથક સુધી લાવવામાં આવે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...