Saturday, April 25, 2026

રથયાત્રા માર્ગના 19 કરોડના ખર્ચે રથયાત્રા રૂટનું નવીનીકરણ અને આધુનિકીકરણ માટે વિશેષ આયોજન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સુપ્રસિદ્ધ રથયાત્રાના માર્ગને આધુનિક અને સુવ્યવસ્થિત બનાવવા માટે ₹19.59 કરોડના ખર્ચે નવીનીકરણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જમાલપુર ચાર રસ્તાથી દાણાપીઠ સુધીના આ રૂટ પર અત્યાર સુધીમાં અંદાજે 75 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને આગામી રથયાત્રા પૂર્વે સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીની સુપ્રસિદ્ધ રથયાત્રાને ધ્યાનમાં રાખીને રથયાત્રા માર્ગના નવીનીકરણ અને આધુનિકીકરણ માટે વ્યાપક આયોજન હાથ ધરવામાં આવ્યું છે. મધ્યઝોનના જમાલપુર વોર્ડમાં આવેલ શ્રી જગન્નાથજી મંદિરથી દર વર્ષે યોજાતી આ રથયાત્રામાં અમદાવાદ શહેર ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી લાખો ભક્તો ઉમટી પડે છે અને માર્ગ ઉપર ભગવાનના દર્શનનો લાભ લે છે.અત્રે ઉલ્લેખનીય છેકે, મધ્યઝોનમાં પ્રાથમિક તબક્કામાં જમાલપુર ચાર રસ્તાથી જગન્નાથજી મંદિર, જમાલપુર દરવાજા, વૈશ્યસભા, ખમાસા થઈ મ્યુનિસિપલ ઓફિસ કેમ્પસ (દાણાપીઠ) સુધીના માર્ગના વિકાસ માટે આયોજન કરવામાં આવ્યું છે.

આ વિકાસ કાર્યો અંતર્ગત જમાલપુર ચાર રસ્તાથી જગન્નાથજી મંદિર સુધીના માર્ગ પર પ્લાન્ટેશન સાથે સેન્ટ્રલ મિડિયન, સેન્ટર લાઈટિંગ અને ગ્રીન પેચ સાથે કોટા તથા ગ્રેનાઈટ સ્ટોનના પેવમેન્ટ સાથે ફૂટપાથ બનાવવામાં આવશે. તેમજ મંદિરના પ્રવેશદ્વારથી ગેટ નં. 2 સુધી અને સમગ્ર પ્લાઝા વિસ્તારમાં કલાત્મક પેવિંગ અને વિશેષ લાઈટિંગ સાથે આધુનિક પ્લાઝા વિકસાવવામાં આવશે.આ ઉપરાંત જમાલપુર દરવાજા, જમાલપુર ચકલા, વૈશ્યસભા, શાહઅલી ગામધણી દરગાહ અને ખમાસા ચાર રસ્તા જેવા મુખ્ય જંકશનોનું રીડિઝાઇનિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં ટેબલટોપ, આઇલેન્ડ, સ્કલ્પચર, પ્લેસમેકિંગ, સેન્ટ્રલ વર્જ અને હેંગિંગ લાઈટ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે, જેથી માર્ગ વધુ સુવ્યવસ્થિત અને આકર્ષક બનશે.

આ પ્રોજેક્ટ જમાલપુર ચાર રસ્તાથી શરૂ થઈ જગન્નાથજી મંદિર, જમાલપુર દરવાજા, ખમાસા થઈ દાણાપીઠ સ્થિત મ્યુનિસિપલ ઓફિસ કેમ્પસ સુધીના માર્ગને આવરી લે છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલ આ વિકાસ કાર્યો રથયાત્રા દરમિયાન ભક્તોને વધુ સુરક્ષિત, સુવિધાસભર અને સુવ્યવસ્થિત અનુભવ પ્રદાન કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...