Tuesday, September 22, 2026

બેવડી ઋતુ ઇફેક્ટ : અમદાવાદમાં રોગચાળો વકર્યો, તાવ, શરદી, ખાંસીના વાયરલ કેસો વધ્યા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં બેવડી ઋતુ શરૂ થઈ છે ત્યારે શહેરમાં ઝાડા ઉલટી અને ટાઇફોઇડના કેસો વધ્યા છે. શહેરમાં ઘરે ઘરે શરદી, તાવ અને ઉધરસના કેસો પણ એક અઠવાડિયામાં વધી ગયા છે.ચાલુ મહિનામાં માત્ર 12 દિવસમાં ઝાડા ઉલ્ટીના 285, ટાઇફોઇડના 216 અને ડેન્ગ્યુના 180 જેટલા કેસો નોંધાયા છે. એક અઠવાડિયામાં પાણીજન્ય રોગોમાં અચાનક વધારો થયો છે. ઝાડા ઉલટી અને ટાઈફોડના કેસોની સાથે તાવ શરદી અને ખાંસીના વાયરલ કેસોની સંખ્યામાં પણ વધારો થયો છે. રોગચાળો ફરી એકવાર શહેરમાં વકર્યો છે જેને લઈ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે ચાલુ મહિનામાં 12 નવેમ્બર સુધીમાં પાણીજન્ય રોગોમાં ઝાડા ઉલટીના 285, ટાઈફોઈડના 216 અને કમળાના 163 કેસો નોંધાયા છે. એક અઠવાડિયામાં ડેન્ગ્યુ કરતા મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે. ડેન્ગ્યુના 180, મેલેરિયાના 29, ચિકનગુનિયાના 14 અને ઝેરી મેલેરિયા 10 કેસો નોંધાયા છે. ગત વર્ષ કરતા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ મુજબ સ્વાઈન ફ્લૂના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. ચાલુ મહિનામાં 12 દિવસમાં માત્ર 7 જ કેસો નોંધાયા છે. શિયાળાની શરૂઆત થઈ છે જોકે સ્વાઈન ફ્લૂના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. શહેરમાં સૌથી વધુ કહેર ડેન્ગ્યુ, ઝાડા-ઊલટી અને શરદી-ખાંસી તેમજ તાવનો જોવા મળી રહ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો વાઇરલ ઇન્ફેકશનના દર્દીઓ વધ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...