Monday, March 16, 2026

અમદાવાદમાં રહેણાંક અને કોમર્શિયલ પ્રોપર્ટી ટ્રાન્સફર ફીમાં કર્યો વધારો, 16 જાન્યુઆરીથી લાગુ પડશે

spot_img
Share

અમદાવાદ : આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમિટીની શુક્રવારે બેઠક મળી હતી. જેમાં રહેણાંક અને કોમર્શિયલ મિલકતોની ટ્રાન્સફર ફી મામલે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. સુપર રિચ કેટેગરીમાં આવતી બન્ને પ્રકારની મિલકતોની ટ્રાન્સફર ફીના દરમાં ફેરફાર કરાયો છે.

AMCની રેવન્યુ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે તા 16-1-23 થી સ્ટે.કમિટીની અપેક્ષાએ નવા દર અમલમાં આવશે. વર્ષ 2013-14 બાદ ટ્રાન્સફર ફીના દરમાં સુધારો કરાયો છે. નવા દર અમલમાં આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂપિયા 15 કરોડથી વધુની આવક થવાની સંભાવના છે.

અગાઉ રહેણાંક મિલ્કત માટે ટ્રાન્સફર ફીના દર દસ્તાવેજની કિંમતના 0.025 % હતા, જયારે કોમર્શિયલ મિલ્કતો માટે તેજ દર 0.05 % હતા. હવે સ્ટે.કમિટીની મંજૂરી મળ્યા બાદ નવા દર લાગુ પડશે.

રહેણાંકની મિલકતો માટે

– 25 લાખ સુધીની મિલકતોની ટ્રાન્સફર ફી 1,000 રૂપિયા લેવાશે.
– 25થી 50 લાખ સુધીની પ્રોપર્ટીની ટ્રાન્સફર ફી 2,000 રૂપિયા લેવાશે.
– 50 લાખથી 1.50 કરોડની મિલકત પર (રજિસ્ટર્ડ દસ્તાવેજની કિંમતના) 0.10 ટકા ટ્રાન્સફર ફી લેવાશે.
– 1.50 કરોડથી ઉપરની મિલકત પર (રજિસ્ટર્ડ દસ્તાવેજની કિંમતના) 0.20 ટકા ટ્રાન્સફર ફી ભરવાની રહેશે.

બિનરહેણાંક (કોમર્શિયલ) મિલકતો માટે

– 25 લાખ સુધીની પ્રોપર્ટી માટે ટ્રાન્સફર ફી 2,000 રૂપિયા લેવાશે.
– 25 લાખથી 50 લાખ સુધીની પ્રોપર્ટી પર 4,000 રૂપિયા ટ્રાન્સફર ફી ભરવી પડશે.
– 50 લાખથી 1.50 કરોડની મિલકત પર (રજિસ્ટર્ડ દસ્તાવેજની કિંમતના) 0.2 ટકા ટ્રાન્સફર ફી લેવાશે.
– 1.50 કરોડથી વધુની પ્રોપર્ટી પર (રજિસ્ટર્ડ દસ્તાવેજની કિંમતના) 0.40 ટકા ટ્રાન્સફર ફી લેવાનો નિર્ણય લેવાયો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ નિર્ણયથી માત્ર 10 ટકા લોકોને જ અસર થશે. AMCએ જણાવ્યું છે કે વારસાઈ કે વીલથી અપાતી મિલ્કતના કિસ્સામાં આ નિર્ણય લાગુ પડશે નહીં.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...