અમદાવાદ : અમદાવાદમાં વધુ એક પોલીસ સ્ટેશનનું લોકાર્પણ થયું છે. ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે બોડકદેવ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે. સિંધુ ભવન વિસ્તારમાં અમદાવાદીઓ મોડી રાત સુધી ફરતા હોય છે અને ત્યાં રાતના સમયે પણ ભીડ રહેતી હોય છે. ત્યારે હાઈટેક પોલીસ સ્ટેશન એવું બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સનું દુષણ ડામવા નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ, ડ્રોન યુનિટ અને સાયબર સેલ બનાવાયું છે. જ્યારે હર્બલ ગાર્ડન પોલીસ સ્ટેશનને નવો લુક આપે છે.
5 વર્ષ બાદ સિંધુભવન રોડ પર આવેલા એક પ્લોટમાં બોડકદેવ પોલીસ સ્ટેશન બનાવવાનો આવ્યું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ બાદ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી.આ નવનિર્મિત પોલીસ સ્ટેશન ટેકનોલોજી અને અત્યધિક સાધનોથી સજ્જ હાઈટેક પોલીસ સ્ટેશન છે. સિંધુભવન રોડ પર ડ્રગ્સનું દુષણ વધી રહ્યું છે. યુવાપેઢી ડ્રગ્સના રવાડે ચઢી રહી છે. જેથી ડ્રગ્સનું દુષણ દૂર કરવા નવા પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ, ડ્રોન યુનિટ અને સાયબર સેલ યુનિટ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. બોડકદેવ પોલીસ સ્ટેશનના પહેલા પીઆઇ તરીકે અભિષેક ધવન ચાર્જ સોંપ્યો.