અમદાવાદ : શહેરમાં ચાલતી બાંધકામ સાઈટો પર બિલ્ડરો દ્વારા સાઇટ પર ઉડતી ધૂળો અને રોડ પર બાંધકામો વાહનો દ્વારા રોડ પર માટીના કારણે થતા પ્રદૂષણને ધ્યાનમાં રાખી કડક કાર્યવાહી કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગને સૂચના આપી છે. રજા ચિઠ્ઠી મુજબ જો બાંધકામ કરનાર બિલ્ડર દ્વારા ઉડતી ધૂળના કારણે પ્રદુષણ અને સલામતીના પગલા ન લેવાય તો બાંધકામ ની રજા ચિઠ્ઠી રદ કરી દેવાની રહેશે તેમુ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી છે.
મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસન દ્વારા એસ્ટેટ વિભાગને તાકીદ કરવામાં આવી છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં હદ વિસ્તારમાં ચાલુ બાંધકામની સાઇટ પર સલામતિ તેમજ પર્યાવરણની જાળવણી અંગે સાઇટ પર પૂરતા પગલા લેવાની પ્રાથમિક જવાબદારી સંબંધિત અરજદાર માલિક ડેવલપર એન્જીનીયરની રહે છે. જેમાં બાંધકામ ડીમોલીશનની પ્રવૃત્તિ થતી હોય તે જગ્યા પર હવાઇ ભૂમી પ્રદૂષણ થાય નહિ તથા આજુબાજુની મિલ્કતો/ વ્યક્તિઓને નુકશાન થાય નહિ તે માટે તકેદારીનાં ભાગરૂપે સ્થળ પર નીચે દર્શાવ્યા મુજબનાં જરૂરી પગલા જે-તે બાંધકામ કરનાર દ્વારા લેવામાં આવે તે આવશ્યક છે.
ચાલુ બાંધકામની સાઈટ ઉપર રજાચિઠ્ઠીમાં જણાવેલી શરત મુજબ પ્લોટની હદે સલામતી હેતુસર બેરીકેડ (પતરાની વાડ ), ઉપરાંત ઊડતી ધુળ અટકાવવા માટે બાંધકામની ઊંચાઈનાં સાપેક્ષમાં પર્યાપ્ત ઊંચાઇ સુધીના પડદા વિન્ડશિલ્ડ બેરીકેટીગની વ્યવસ્થા કરાવવાની રહેશે.
• ચાલુ બાંધકામની સાઈટ ઉપર ઈમારતી માલસામાન કાટમાળનાં કારણે ધુળ રજકણો ઉડે નહી તે માટે સાઇટ તથા લુઝ મટીરીયલ યોગ્ય કપડા ઢાંકી શકાય તેવા મટીરીયલ્સ વડે વ્યવસ્થિત ઢાંકેલ રાખવાના રહેશે તેમજ, વાતાવરણમાં ભળી નુકશાન કરતા ડસ્ટ લુઝ મટીરીયલ્સના ઉડતા રજકણો વાળી જગ્યામાં પાણીનો છંટકાવ કરી યોગ્ય રીતે ઢાંકીને(Cover કરીને) રાખવાની વ્યવસ્થા કરવાની રહેશે
• ચાલુ બાંધકામની સાઈટ ઉપર આંતરિક અવર-જવર માટેનાં રસ્તાઓ યોગ્ય પેવીંગ કરેલા હોય તે સુનિશ્ચત કરાવવાનુ રહેશે.
• ખોદાણ ચાલુ હોય તેવી સાઈટો ઉપર તથા ટ્રાન્સપોર્ટેશન દરમ્યાન ટ્રક વ્હીકલના ટાયરોમાં ચોંટેલી કિચડ માટીના કારણે રસ્તા પર પણ તે વાહનો જતા રોડ પર માટીના કારણે અસ્વચ્છતા થાય નહિ તે માટેનું ખાસ ધ્યાન રાખીને યોગ્ય જોગવાઇ કરાવવાની રહેશે.
• જાહેર રસ્તા પરથી બાંધકામની સાઇટ પર તેમજ બાંધકામની પ્રવૃતિ સાથે સંકળાયેલ ડમ્પરો, ભારે ટ્રક સહિતના સાધનો વાહનો વિગેરેના ટાયર પૈડાના ધોવાની સફાઇની પુરતી વ્યવસ્થા સ્થળે કરાવાની રહેશે તેંજ આવા વાહનોને કારણે મ્યુનિસિપલ રસ્તા તથા ફુટપાથ વિગેરે મ્યુનિસિપલ મિલક્તને નુકશાન થાય નહિ તેની તકેદારી રાખવાની રહેશે.
• બાંધકામ કામગીરી સાથે સંકળાયેલા મજુરો માટે સેનીટેશન વ્યવસ્થા હંગામી આવાસો રાંધણગેસ(એલ.પી.જી)ની વ્યવસ્થા કરાવવાની રહેશે તથા કીચનવેસ્ટ વિગેરેનો યોગ્ય નિકાલ થાય તે મુજબનું આયોજન કરવાનું રહેશે
• બેઝમેન્ટના ખોદાણકામ બાંધકામ દરમ્યાન સલામતીને ધ્યાને લઇ યોગ્ય રીતે Shoring/Shuttering વિગેરે સ્થળ સ્થિતિ અનુસંધાને જરૂરીયાત મુજબની કાર્યવાહી કરાવવામાં આવે તેની તકેદારી રાખવાની રહેશે.
• Construction debries (કાટમાળ), C&D wasteનો નિકાલ Designated collection Centreમાં જ કરવાનું રહેશે.
• Excavated Earth/Topsoilનો ઉપયોગ મહદ્અંશે પ્લોટમાં (Garden, Horticulture, landscape)માં થાય તે સુનિશ્ચિત કરાવવાનું રહેશે.
• બિલ્ડીંગ મટીરીયલ્સ કે અન્ય માલસામાન કાટમાળ વિગેરે પ્લોટની બહાર કે રસ્તા પૈકીની જગ્યા ઉપર મૂકવામાં આવે નહિ તેની તકેદારી રાખવાની રહેશે.