ભરૂચએક કલાક પહેલાલેખક: જીગર દવે
સ્કૂલમાં ડો. મીનળબેન દવેના પ્રવચને રિઝવાન પટેલને સરકારી નોકરી માટે પ્રભાવિત કર્યો2021માં લેવાયેલી GPSCની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં 33 મો નંબર પ્રાપ્ત કર્યો
શબ્દોનો પ્રભાવ શું સકારાત્મકતા સર્જી શકે છે તેનું જીવંત ઉદાહરણ છે ભરૂચના મનુબર ગામનો 31 વર્ષીય રિઝવાન ઇકબાલ પટેલ. એમિટી સ્કૂલમાં થોડા વર્ષો પહેલા ડો. મીનળબેન દવેનું શિક્ષણ ઉપર પ્રવચન હતું. તેમના એક પ્રવચને ધો. 11 ના વિદ્યાર્થી રિઝવાનને પ્રભાવિત કરી દીધો હતો અને તેને સરકારી નોકરીની પોતાના મગજમાં ગાંઠ બાંધી લીધી હતી.
રીઝવાન પટેલ
સરકારી અધિકારી બનવા માટે કવાયત શરૂ કરીવેજલપુરમાં પિતાની જનરલ સ્ટોરની સામાન્ય દુકાન અને સાદગીમય સામાન્ય પરિવારના રિઝવાને સરકારી અધિકારી બનવા માટે કવાયત શરૂ કરી હતી. M.SC.બાયો કર્યા બાદ આસિસ્ટન્ટ પ્રોફેસરની પરીક્ષા પાસ કરી વર્ષ 2018 થી કોસંબામાં બાયોલોજીના શિક્ષક તરીકે નોકરી પણ શરૂ કરી હતી. જોકે, સ્કૂલ સમયનું ડો. મીનળબેનનું પ્રવચન મનમાં ઘર કરી ગયું હતું.
ત્રીજા પ્રયાસે સફળતા મેળવીનોકરી સાથે જ ઘરે B.ed.કર્યું અને સિવિલ સર્વિસની પરીક્ષા માટે તૈયારીઓ શરૂ કરી હતી. 2018માં GPSCમાં નાપાસ થયો પણ રિઝવાન મનોબળ હાર્યો નહી. 2019માં ફરી પરીક્ષા આપી જેમાં પણ મેળ ન પડ્યો અને અંતે 2021માં 2 લાખ 24 હજાર ઉમેદવારો વચ્ચે 224 માં રેન્ક સાથે સફળતા હાંસલ કરી હતી. આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ GST તરીકે રિઝવાનની કલાસ વન ઓફિસર તરીકે પસંદગી થઈ છે. હવે ગાંધીનગરમાં ટ્રેનિંગ મેળવ્યા પછી તેને પોસ્ટિંગ આપવામાં આવશે. જે એમિટી સ્કૂલમાં રિઝવાન પટેલે અભ્યાસ કર્યો હતો તેમાં 14 વર્ષ પછી કલાસ વન અધિકારી બની તેને પગ મુકતા સ્કૂલ પણ વિદ્યાર્થીની આ સિદ્ધિથી ગર્વ અનુભવી રહી છે.
રીઝવાન પટેલ
બાળપણમાં જ સરકારી અધિકારી બનવાનું નક્કી કર્યુઃ રિઝવાનઆ અંગે રીઝવાન પટેલે જણાવ્યું હતું કે, 2021માં લેવાયેલી GPSCની પરીક્ષામાં મે સમગ્ર ગુજરાતમાં 33 મો નંબર પ્રાપ્ત કર્યો છે. આ પરીક્ષામાં કુલ 224 બેઠક હતી તેમાં 70 જેટલી ક્લાસ વનની બેઠક હતી. હું જ્યારે 11માં ધોરણમાં અભ્યાસ કરતો હતો. ત્યારે સ્કૂલમાં એક કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે આવેલા મીનલ દવેએ મને આ સરકારી પરીક્ષા વિશેની ઘણી મહત્વ પૂર્ણ માહિતી આપી હતી. ત્યારથી જ મે નક્કી કરી લીધું હતું કે, હું પણ એક સરકારી અધિકારી બનીને મારૂ સ્વપ્ન પુરૂ કરીશ અને ત્યારે મે એ પણ નક્કી કર્યુ હતું કે હુ ત્યારે જ ફરી પાછો મારી શાળામાં જઈશ કે જ્યારે હું કઈક બનીને બતાવી દઈશ.
2021માં ફરી પરીક્ષા આપી અને સફળ થયોવધુમાં જણાવ્યું કે, 2018 માં મે પ્રથમવાર જીપીએસસીની પરીક્ષા આપી હતી. જેમાં હું અસફળ રહ્યો હતો. ત્યારબાદ 2019માં ફરીથી પરીક્ષા આપી તેમાં હુ ઈન્ટરવ્યું આપવા સુધી પહોંચ્યો જોકે, તેમાં પણ મને સફળતા મળી ન હતી. ત્યારે કોરોના બાદ મે 2021માં ફરી પરીક્ષા આપી અને હું આ પરીક્ષામાં સફળ થયો હતો.
પ્રો.મીનળબેન દવે
આ અંગે પ્રો.મીનળબેન દવેએ જણાવ્યું હતું કે, ઘણા વર્ષો પહેલા રીઝવાનની સ્કૂલમાં હું ગઈ હતી ત્યારે મે કહ્યુ હતું કે, આપણે ગુજરાતીઓ મોટાભાગે ડોક્ટર અને ઈન્જીનર બનવાનું વધુ પસંદ કરતા હોય છીએ પણ એના સિવાય પણ ઘણા બધા રસ્તા ખુલા છે ત્યારે તે વસ્તુ તેના મનમાં વસી ગઈ હશે. રીઝવાને પહેલી વખત પરીક્ષા આપી ત્યારે તે અસફળ થયો હતો અને બીજી વખતમાં તે ઈન્ટરવ્યુમાં તે અટકી ગયો હતો ત્યારે તેને લાગ્યુ કે અંગ્રેજીમાં તેણે જવાબો આપ્યા એટલે તે અટકી ગયો છે. જેથી તેણે ત્રીજી વખત પરીક્ષા આપી તેમાં તેણે ગુજરાતીમાં જવાબો આપ્યા તેને લાગ્યુ કે ગુજરાતી ભાષામાં તે સારી રીતે જવાબ આપી શકશે અને અને તે તેમાં સફળ પણ થયો હતો.
વધુમાં જણાવ્યું કે, રીઝવાન જેવા કેટલાય વિદ્યાર્થીઓ છે કે જેણે જીપીએસસીની પરીક્ષા પાસ કરી છે. મારે બધા માતા-પિતાને કહેવુ છે કે તમે તમારા બાળકને માત્ર ડોક્ટર કે ઈન્જીનર બનાવવાનું જ ના કહો પરંતુ આવી સ્પર્ધાત્મક પરીક્ષા તરફ વાળો જેમાં ઘણી બધી તકો રહેલી છે.
અન્ય સમાચારો પણ છે…