Tuesday, July 14, 2026

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

spot_img
Share

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. પરિક્રમા બંધ રહેવાના કારણે ભાવિકોની આસ્થાને મોટો આંચકો લાગ્યો છે પરંતુ, ગિરનારી બાપુની કૃપા મેળવવાની ઇચ્છા ભક્તોમાં ઓછી થઈ નથી. ઘણા ભાવિકોએ પરિક્રમા રૂટ પર જવાને બદલે ગિરનાર પર્વત ચડવાનું શરૂ કરી દીધું છે. પરિણામે, ગિરનાર પર્વત ચડવા માટેના પગથિયાં પર ભાવિકોનું ધોડાપૂર ઉમટ્યું છે અને ભારે ભીડ જોવા મળી રહી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે કમોસમી વરસાદને કારણે જાહેર જનતા માટે સ્થગિત કરવાનો વહીવટી તંત્ર અને સાધુ-સંતોએ સત્તાવાર નિર્ણય લીધો છે. દર વર્ષે ગિરનાર જંગલના 36 કિલોમીટરના કઠિન માર્ગ પર યોજાતી આ મહા પરિક્રમા માટે આ વર્ષે વરસાદે વિઘ્ન ઊભું કર્યું છે, જેના કારણે રૂટના રસ્તાઓ સંપૂર્ણપણે ધોવાઈ જઈને કાદવ-કીચડના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયા છે. આ સ્થિતિ ભાવિકોની સુવિધા અને સલામતી માટે અત્યંત જોખમી હોવાથી આ નિર્ણય લેવાયો છે.

શ્રદ્ધાળુઓએ માત્ર એક દિવસ માટે પરિક્રમા કરવાની છૂટ આપવામાં આવે તેવી માંગ કરી હતી. ઉપરાંત જો પરવાનગી ન મળે તો ઘણા શ્રદ્ધાળુઓએ પ્રતીકાત્મક રીતે ગિરનાર પર્વત ચડીને પોતાની યાત્રા પૂર્ણ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તંત્ર દ્વારા ભવનાથ ક્ષેત્રમાં આવેલો પરિક્રમાનો પ્રવેશદ્વાર, ઈટવા ગેટ, બંધ કરી દેવાયો હતો અને પોલીસ તેમજ વન વિભાગનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જોકે તેમ છતાં, લાખો શ્રદ્ધાળુઓ હજી પણ પરિક્રમા શરૂ થશે તેવી આશા સાથે ભવનાથ ક્ષેત્રમાં આવી રહ્યા છે.

ભક્તોના કહેવા મુજબ ગિરનારની લીલી પરિક્રમા માત્ર આસ્થાનું જ નહીં, પણ હજારો સેવાભાવી સંસ્થાઓ માટે સેવાનો અવસર છે. પરિક્રમા સ્થગિત થવાની ગંભીર અસર અન્નક્ષેત્રો, ઉતારા મંડળો અને સેવાકીય સંસ્થાઓ પર પણ પડી છે. ભાવિકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો હોવા છતાં, ગિરનારી બાપુ પરની આસ્થા અકબંધ છે અને ઘણા શ્રદ્ધાળુઓ હજુ પણ આશા સેવી રહ્યા છે કે આવનારા દિવસોમાં તંત્ર દ્વારા ઓછામાં ઓછા એક દિવસ માટે પણ પરિક્રમા કરવાની છૂટ આપવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...