Wednesday, April 15, 2026

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

spot_img
Share

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નવા મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન થઈ ગઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. હર્ષ સંઘવીએ સૌથી પહેલા શપથ લીધા હતા. તેમને DYCM બનાવાયા છે. ત્યારબાદ જીતુ વાઘાણી, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા અને રમણ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. તેમની નિમણૂક પક્ષમાં યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપવા અને તેમના અગાઉના કાર્યકાળના પ્રદર્શનનું પરિણામ માનવામાં આવે છે.

કેબિનેટ મંત્રીઓનું નવું માળખું
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપરાંત, મંત્રીમંડળમાં આઠ કેબિનેટ મંત્રીઓએ શપથ લીધા હતા. જેમાં અનુભવી નેતાઓ જીતુ વાઘાણી અને નરેશ પટેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કોંગ્રેસમાંથી આવેલા અને રાજકીય ક્ષેત્રે મોટું નામ ધરાવતા અર્જુન મોઢવાડિયાને પણ કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યું છે. આ જૂથમાં પ્રદ્યુમન વાજા અને રમણ સોલંકી જેવા નવા ચહેરાઓ પણ જોડાયા છે, જે પ્રાદેશિક અને સામાજિક સંતુલન જાળવવાનો સંકેત આપે છે. જોકે, અગાઉના કેબિનેટ મંત્રીઓ પૈકી ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ અને કુંવરજી બાવળિયાએ રાજીનામું ન આપ્યું હોવાથી તેઓએ શપથ લીધા ન હતા, પરંતુ તેઓ કેબિનેટ મંત્રીઓની યાદીમાં સ્થાન ધરાવે છે.

રાજ્યકક્ષાના મંત્રીઓ (સ્વતંત્ર હવાલો):
રાજ્યકક્ષાના મંત્રીઓ (સ્વતંત્ર હવાલો) તરીકે ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ પાનસેરિયા અને ડૉ. મનીષા વકીલએ શપથ ગ્રહણ કર્યા છે. ડૉ. મનીષા વકીલની નિમણૂકથી મંત્રીમંડળમાં મહિલા પ્રતિનિધિત્વને પણ મહત્વ મળ્યું છે.

રાજ્યકક્ષાના મંત્રીઓ
મંત્રીમંડળમાં બાર રાજ્યકક્ષાના મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે, જેમાંથી ઘણા નવા ચહેરા છે. આ જૂથમાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા, જેઓ પુલ દુર્ઘટના સમયે કરેલા રાહત કાર્ય માટે ચર્ચામાં રહ્યા હતા, તેમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રમેશ કટારા, દર્શનાબેન વાઘેલા, કૌશિક વેકરીયા, પ્રવીણ માળી, જયરામ ગામીત, ત્રિકમ છાગા, સંજય મહીડા, કમલેશ પટેલ, સ્વરૂપ ઠાકોર, રિવાબા જાડેજા અને પી. સી. બરંડાએ પણ શપથ લીધા હતા. નોંધનીય છે કે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને પણ આ કેબિનેટ વિસ્તરણમાં સ્થાન મળ્યું છે, જે યુવાનો અને મહિલાઓને તક આપવાની પક્ષની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

નવા મંત્રીમંડળમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રીઓ બનાવાયા છે. નવા મંત્રીમંડળમાં CM સહિત 7 પાટીદાર, 8 OBC, 3 SC અને 4 STનો સમાવેશ થાય છે. જેમાં 3 મહિલા છે.

ઉલ્લેખનીય છે કે, આ વિસ્તરણ દ્વારા ભાજપે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રાદેશિક, જાતિગત અને યુવા નેતૃત્વનું યોગ્ય સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ નવી ટીમ ગુજરાતના વિકાસના એજન્ડાને કેટલી ઝડપથી આગળ વધારી શકે છે. ખાસ વાત એ રહી કે નવા મંત્રીઓમાંથી મોટાભાગનાએ હિંદુ ધર્મગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતા હાથમાં રાખીને શપથ લીધા હતા. આ સાંસ્કૃતિક ભાવના રાજકારણમાં નૈતિક મૂલ્યોના આચરણ પર ભાર મૂકવાનો સંકેત આપે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...