અમદાવાદ: અમદાવાદીઓ માટે માઠા સમાચાર સામે આવી શકે છે કારણ કે, AMTS અને BRTSનું ભાડું વધારવા માટે અમદાવાદ કોર્પોરેશનનું તંત્ર વિચારણા કરી રહી છે. તમને જણાવી દઈએ કે AMTS અને BRTSમાં છેલ્લે 2014માં ભાડામાં વધારો કરાયો હતો. મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ અંગે મૌખિક મંજૂરી અપાઈ હોવાની પણ ચર્ચા છે.
અમદાવાદીઓની શાન એવી AMTS- BRTSના ભાડા મામલે અત્યંત મહત્વના સમાચાર મળી રહ્યા છે. AMC તંત્ર અને ભાજપી શાસકો દ્વારા ભાડા વધારા મામલે હિલચાલ શરૂ કરાઈ છે. છેલ્લે વર્ષ 2014માં ભાડા વધારો કરાયો હતો. ત્યારબાદ ફરી 2023માં ભાડા વધારવા અંગે વિચારણા ચાલી રહી છે. હાલ AMTS માં લઘુત્તમ દર 3 રૂ, જયારે મહત્તમ 35 રૂ છે, જયારે BRTS માં લઘુત્તમ 4 રૂ અને મહત્તમ 32 રૂ. છે. પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવમાં મોટો ફેરફાર થતા AMC તંત્રની ભાડા વધારાની હિલચાલ ચાલી રહી છે.
તમને જણાવી દઈએ કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS અને BRTS બસ સુવિધા છેલ્લા અનેક વર્ષોથી ખોટમાં ચાલી રહી છે. વર્ષોથી ખોટ કરતી AMTS અને BRTS બસના ભાડામાં પણ કેટલાંક વર્ષોથી વધારો કરવામાં આવ્યો નથી. ત્યારે હવે આગામી દિવસોમાં AMTS અને BRTSના ભાડા વધારવામાં આવી શકે છે.