Saturday, April 18, 2026

અમદાવાદીઓ માટે ખુશખબર! રિવરફ્રન્ટ પર ‘AmdavadNXT’ એક્ઝિબિશનનો પ્રારંભ, શહેરની હિસ્ટ્રી અને ફ્યુચર જોવા મળશે

spot_img
Share

અમદાવાદ : વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદ અત્યારથી જ સજ્જ થઈ રહ્યું છે. શહેરની પરિવહન વ્યવસ્થાને વધુ આધુનિક, સુરક્ષિત અને લોકો-કેન્દ્રિત બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આગામી 21 થી 23 ફેબ્રુઆરી દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે ‘AmdavadNXT’ નામે એક ખાસ જાહેર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.આ એક્ઝિબિશન તમામ નાગરિકો માટે ખુલ્લું રહેશે.

SHIFT Transport coalition હેઠળ AMC દ્વારા WRI India, TUL Foundation, UrbanVoices, aProCh, MYBYK તથા અન્ય સંસ્થાઓની ભાગીદારીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 50થી વધુ સંસ્થાઓ, 35 શાળાઓ અને 18 યુનિવર્સિટીઓના સહયોગ સાથે યોજાનાર આ અનોખું મંચ નીતિ નિર્માતાઓ, શહેરી આયોજનકારો, શૈક્ષણિક સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ, સિવિલ સોસાયટી જૂથો અને નાગરિકોને એકત્ર કરી અમદાવાદના પરિવહન પ્રવાસ પર ચર્ચા અને ભાવિ દિશા નક્કી કરવાની તક આપશે.રસ ધરાવતા તમામ નાગરિકો માટે આ પ્રદર્શન અમદાવાદના રિવરફ્રન્ટ હાઉસ (ગ્રાઉન્ડ ફ્લોર) ખાતે 21 થી 23 ફેબ્રુઆરી દરમિયાન સવારે 10:00 કલાકથી ખુલ્લું રહેશે, જેમાં પ્રવેશ સંપૂર્ણપણે મફત રાખવામાં આવ્યો છે.

મુલાકાતીઓ માટે આ પ્રદર્શનમાં અનેક વિશેષ આકર્ષણો રાખવામાં આવ્યા છે, જેમાં AMTS થી લઈને BRTS અને મેટ્રો રેલ સુધીની અમદાવાદની ભવ્ય સફરને ઇન્ટરેક્ટિવ મેપ અને મલ્ટીમીડિયાના માધ્યમથી સુંદર રીતે રજૂ કરવામાં આવશે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ તરીકે સ્થાન પામેલા અમદાવાદના ઐતિહાસિક ‘કોટ વિસ્તાર’નું લાઈફ સાઈઝ મોડેલ પણ અહીં નિહાળવા મળશે, જે મુલાકાતીઓને જૂના શહેરની યાદ અપાવશે. આ ઉપરાંત, શહેરી પરિવહન ક્ષેત્રે આધુનિક ઉકેલો લાવતા સ્ટાર્ટઅપ્સ અને વિષય નિષ્ણાતો સાથે સીધો સંવાદ કરવાની તક પણ અહીં ઉપલબ્ધ છે. માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ ગાંધીનગર, મહેસાણા અને નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ તેમના શહેરોમાં હાથ ધરવામાં આવેલી શ્રેષ્ઠ પરિવહન પહેલો આ પ્રદર્શનમાં પ્રસ્તુત કરવામાં આવશે.

આ ત્રણ દિવસ દરમિયાન મળેલા નાગરિકોના પ્રતિસાદ અને સૂચનોના આધારે ‘Making Amdavad Ready for 2030’ નામનું એક વિશેષ વ્હાઇટ પેપર તૈયાર કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ રિપોર્ટમાં શહેરના પરિવહન નેટવર્ક, સુરક્ષા અને એક્સેસિબિલિટીને સુધારવા માટેની પાયાની ભલામણો કરવામાં આવશે, જે આગામી સમયમાં યોજાનારી મોટી વૈશ્વિક ઈવેન્ટ્સના આયોજનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની (IAS) એ જણાવ્યું હતું કે, “અમદાવાદ એક વૈશ્વિક આર્થિક હબ બની રહ્યું છે, ત્યારે તેની મોબિલિટી વ્યવસ્થા પણ તેટલી જ મજબૂત હોવી જોઈએ. ‘AmdavadNXT’ દ્વારા અમે નાગરિકો અને નિષ્ણાતોના સૂચનો મેળવીને જાહેર પરિવહનને ભવિષ્યનો આધારસ્તંભ બનાવવા માંગીએ છીએ.”

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...