Friday, September 18, 2026

નવા વાડજમાં બે કાર વચ્ચે અકસ્માતમાં એક પલટી,ખોડિયાર નગરમાં સ્કૂલ વાને સર્જ્યો અકસ્માત, BRTS રેલિંગ સાથે અથડાઈ

spot_img
Share

અમદાવાદ : શહેરના નવા વાડજ નેશનલ હેન્ડલૂમ પાસે મોડી રાત્રે 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક કાર પલટી જતા કારચાલક ઇજાગ્રસ્ત થયો હતો. જોકે આ ઘટનામાં વધુ કોઈ જાનહાનિ થઈ નથી. જયારે બીજી ઘટનામાં ખોડિયાર નગર વિસ્તારમાં આજે સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી, જેમાં સ્કૂલના બાળકો ભરેલી એક વાન અકસ્માતનો ભોગ બની હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ મામલે હાલ ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા નવા વાડજમાં મોડી રાત્રે નેશનલ હેન્ડલૂમ પાસેના રોડ પર પૂરઝડપે આવી રહેલી બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે અથડામણ બાદ એક કાર રસ્તા પર પલટી મારી ગઈ હતી. રાત્રિના સમયે અચાનક થયેલા ધડાકાને પગલે આસપાસના લોકો અને માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.

આ અકસ્માતમાં કાર પલટી ખાઈ જવાને કારણે કારચાલકને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક કારમાં ફસાયેલા ચાલકને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. રાહતની વાત એ છે કે આટલા ભયાનક અકસ્માત છતાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું નથી અને મોટી જાનહાનિ ટળી છે.

જયારે બીજી ઘટનામાં શહેરના ખોડિયાર નગર બ્રિજ પાસે સવારના સમયે દિવાન બલ્લુભાઈ સ્કૂલના વિદ્યાર્થીઓને લઈને જઈ રહેલી એક સ્કૂલ વાન અચાનક બેકાબૂ બની હતી. વાન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાન સીધી BRTS કોરિડોરની લોખંડની રેલિંગ સાથે જોરદાર રીતે અથડાઈ હતી.અકસ્માત સમયે વાનમાં કુલ 10 વિદ્યાર્થીઓ સવાર હતા.

અકસ્માત થતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને વાનમાંથી બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.રાહતની વાત એ છે કે આ ગંભીર અકસ્માતમાં કોઈ પણ વિદ્યાર્થીને નાની-મોટી ઈજા પહોંચી નથી. તમામ બાળકો સુરક્ષિત હોવાથી વાલીઓ અને શાળા પ્રશાસને હાશકારો અનુભવ્યો છે.

જોકે નવા વાડજ અને ખોડિયાર નગર વિસ્તારમાં અકસ્માતની બંને ઘટનામાં વધુ કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે આ અકસ્માત સ્પીડને કારણે થયો હતો કે કેમ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...