અમદાવાદ: ઇસ્કોન અકસ્માતમાં કેસમાં એક મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ઈસ્કોન ઓવરબ્રિજ પર બનેલી ઘટનામાં તથ્ય પટેલ ભલે જેલમાં બંધ હોય, પરંતુ 9 લોકોની જિંદગી ઉજાડી નાંખનાર જેગુઆરને જામીન મળી ગયા છે. ઇસ્કોન અકસ્માતમાં કેસમાં જેગુઆર કાર તેના મૂળ માલિકને પરત મળશે. જેગુઆર કારના મૂળ માલિક ક્રિશ વારિયાને તેમની કાર પરત મળશે. ગ્રામ્ય કોર્ટે પોલીસને આ કેસમાં મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે.
અમદાવાદ ઇસ્કોન અકસ્માતમાં કેસમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે. અકસ્માત સર્જનાર જેગુઆર કાર માલિકને પરત મળશે. જેગુઆર કારના મૂળ માલિક ક્રિશ વારિયાને કાર પરત મળશે. ગ્રામ્ય કોર્ટે પોલીસને કાર પરત કરવાના આદેશ કર્યા છે. જેગુઆર કારની ટક્કરથી 9 વ્યક્તિના મૃત્યુ થયા હતા. અકસ્માતમાં જેગુઆર કાર ડેમેજ થયાની કોર્ટમાં માલિકની રજુઆત હતી.જેગુઆર કાર એસજી હાઇવે ટ્રાફિક પોલીસ સ્ટેશન-2માં રખાઈ હતી. મિત્રતામાં ક્રિસ વાલિયાએ આરોપી તથ્યના પિતા પ્રગ્નેશ પટેલને કાર આપી હતી. એક 1 કરોડના બોન્ડ પર જેગુઆર કાર તેના મૂળ માલિકને સોંપાશે. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સૌથી મોંઘા બોન્ડ પર કોર્ટે હુકમ કર્યો છે. ગમે તે સમયે પુરાવા સ્વરૂપે હાજર કરવાની શરતે કાર સોંપાશે.
કોર્ટે નોંધ્યું હતું કે ગાડી લાંબા સમયથી પોલીસ કસ્ટડીમાં છે. ગાડીને નુકસાનની શક્યતા છે, આથી Crpcની કલમ 451 નીચે ગાડી અરજદારને આપવી જોઈએ, પણ જરૂર પડે ગાડી તપાસ અર્થે ઓથોરિટી સમક્ષ હાજર કરવી પડશે. ગાડી અત્યારે એસ.જી. હાઇવે 02 ટ્રાફિક-પોલીસ મથકે પડી છે. ઉપરાંત અરજદારે 1 કરોડ રૂપિયાના વ્યક્તિગત અને સિક્યોરિટી બોન્ડ કોર્ટમાં ભરવા પડશે. કોર્ટની પરવાનગી વગર અરજદાર ગાડી કોઈને વેચી કે આપી શકશે નહિ. તપાસ અધિકારી ગાડી આપતી વખતે પંચનામું કરશે, ઉપરાંત ગાડીના ચારેય બાજુથી ફોટા પાડશે.
મહત્વનું છે કે ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સૌથી મોંઘા બોન્ડ પર કોર્ટે હુકમ કર્યો છે. આ સાથે કોર્ટે ગમે તે સમયે કાર પુરાવા રૂપે હાજર કરવાની શરતે કાર માલિકને કાર સોંપવા કોર્ટે આદેશ કર્યો છે.