અમદાવાદ : ગુજરાતીઓ માટે આ દિવાળીનો તહેવાર ભારે પડવાનો છે. મોંઘવારી એવી હરણફાળ વિકાસ કરી રહી છે કે, લોકોના ઘરનું બજેટ ડગમગી ગયું છે. દિવાળીના તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે આ પહેલા ગૃહિણીઓને મોટા ઝટકો લાગ્યો છે. કપાસિયા તેલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. એક જ દિવસમાં કપાસિયા તેલના ભાવમાં ડબ્બે 100 રૂપિયાનો વધારો થયો છે. સિંગતેલ બાદ હવે કપાસિયા તેલના ભાવમાં પણ વધારો થતા લોકોને દિવાળીનો તહેવાર ભારે પડવાનો છે.
આજે ખુલતા બજારે કપાસિયા તેલના ભાવમાં 100 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. કપાસિયા તેલના 15 કિલો બ્રાન્ડેડ ડબ્બાનો ભાવ 1510 રૂપિયા હતો, જે વધીને 1610 રૂપિયા ભાવ થયો છે. ત્યારે હવે કપાસિયા તેલના ભાવને પગલે સિંગતેલના ભાવ પણ વધે તેવી શકયતા દેખાઈર હી છે. દિવાળીના તહેવારને લઈને કપાસિયા તેલની માંગમાં વધારો થઈ રહ્યો છે. દિવાળી બાદ પણ લગ્નસરાની સિઝન હોવાથી ખાદ્યતેલના ભાવ વધે તેવી શકયતા વેપારીઓએ વ્યક્ત કરી છે.
નવો ભાવ વધારો લાગુ થતા કપાસિયા તેલના 15 કિલો બ્રાન્ડેડ ડબ્બાનો ભાવ 1510 રૂપિયા હતો, જે વધીને 1610 રૂપિયા ભાવ થયો છે. મહત્વનું છે કે દિવાળીના તહેવારને લઈને કપાસિયા તેલની માંગમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે.