27.8 C
Gujarat
Friday, November 22, 2024

અમદાવાદની હવા બની ઝેરી, સતત વધી રહ્યું છે હવાનું પ્રદુષણ, આ વિસ્તારનો AQI 300 પર પહોંચ્યો

Share

અમદાવાદ : દિવાળી પહેલા દેશની રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈની હાલત પ્રદૂષણના કારણે ખરાબ છે ત્યારે ગુજરાતમાં અમદાવાદનું વાતાવરણ સૌથી વધુ ખરાબ છે. શહેરના રખિયાલમાં 300ને પાર AQI સાથે નવરંગપુરામાં 256 AQI,પીરાણામાં 184 AQI થયો છે. તેમજ અમદાવાદનો ઓવરઓલ AQI 140 એ પહોંચ્યું છે. શહેરની હવા પ્રદૂષિત થઈ રહી છે પણ પ્રદૂષણથી-ચેતવતા બોર્ડ જ ઠપ્પ જોવા મળી રહ્યા છે !

રિપોર્ટ અનુસાર, 100 થી વધુ AQI ખરાબ માનવામાં આવે છે પરંતુ અમદાવાદમાં સરેરાશ AQI 140 છે. નવરંગપુરા અને રખિયાલમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક છે. AQI નવરંગપુરામાં 263 અને રખિયાલમાં 300ને પાર કરી ગયો છે. 4 નવેમ્બરે નવરંગપુરા વિસ્તારમાં AQI 256 નોંધવામાં આવ્યો હતો. રખિયાલ વિસ્તારમાં પણ 271નો AQI નોંધાયો હતો જ્યારે અમદાવાદ શહેરનો સરેરાશ AQI 142 નોંધાયો હતો. અમદાવાદ એરપોર્ટ પર AQI 131 ની નજીક રહ્યો. આ મધ્યમ શ્રેણીમાં રાખવામાં આવે છે.

શહેરમાં હવા પ્રદૂષણ ભયજનક રીતે વધતું જાય છે. ઠંડી આવી રહી છે અને દિવાળીમાં ફટાકડા પણ ફૂટશે. ત્યારે લોકોને પ્રદૂષણ કેટલું તે જાણવાની સૌથી વધુ જરૂર છે. ઠંડી અને ખાસ તો દિવાળીના આગમન સમયે જ દિલ્હીમાં વાયુ પ્રદૂષણ જે જોખમી હદે વધી રહ્યું છે તેની સરખામણીમાં અમદાવાદ આમ તો સદ્ભાગી છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી જે પ્રકારે શહેરની હવામાં પ્રદૂષણ વધતું જાય છે તે ભયજનક તો છે જ. ઠંડી આવી રહી છે અને દિવાળીમાં ફટાકડા પણ ફૂટશે. આ સમયે તંત્રની જવાબદારી એ રહે છે કે, નાગરિકોને શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ કેટલું છે તેનાથી સતત વાકેફ રાખે.

ભૂતકાળમાં ધામધૂમ સાથે શહેરમાં અનેક સ્થળે મોટા હોર્ડિંગ પર એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) દર્શાવવાની વ્યવસ્થા કરેલી. પણ જ્યારે લોકોને પ્રદૂષણ કેટલું તે જાણવાની સૌથી વધુ જરૂર છે ત્યારે જ મોટાભાગના આ બોર્ડ સદંતર ઠપ્પ પડયાં છે. અમદાવાદના રખિયાલમાં 300 ને પર AQI પહોંચ્યું છે. અમદાવાદના નવરંગપુરામાં આજે 256 AQI પહોંચ્યું છે. અમદાવાદના પીરાણામાં 184 AQI પહોંચ્યું છે. અમદાવાદમાં સતત હવે પ્રદુષણમાં વધારો થઈ રહ્યો છે . અમદાવાદનો ઓવરઓલ AQI 140 છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles