અમદાવાદ : મીઠાઇ ખાવાનાં શોખીન લોકો હંમેશા અલગ-અલગ જગ્યાએથી પોતાની પસંદગીની મીઠાઈ મંગાવે છે અને ખાય છે. તેના માટે તેઓ સામાન્ય થી વધારે પૈસા પણ ખર્ચ કરે છે. એવી જ એક મીઠાઈની દુકાન ગુજરાતનાં સુરત બાદ અમદાવાદ શહેરમાં સિંધુભવન સ્થિત ગ્વાલિયા ભોગ તરફથી મીઠાઇ તૈયાર કરવામાં આવી છે. ગ્વાલિયા ભોગ તરફથી તૈયાર કરવામાં આવેલી આ મીઠાઇનો ભાવ 21 હજાર રૂપિયે પ્રતિ કિલો રખાયો છે. ગોલ્ડ કોઈનના આકારમાં બનેલી આ મીઠાઈનું નામ છે પિસ્તા ક્રેઈનબેરી સ્વર્ણમુદ્રા અને આલમંડ બ્લુબેરી સ્વર્ણમુદ્રા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં પ્રથમ વખત દિવાળી સ્પેશિયલ સોનાની મીઠાઈ બનાવવામાં આવી છે. સિંધુભવન સ્થિત ગ્વાલિયા ભોગ તરફથી મીઠાઇ તૈયાર કરવામાં આવી છે. ગ્વાલિયા ભોગ તરફથી તૈયાર કરવામાં આવેલી આ મીઠાઇનો ભાવ 21 હજાર રૂપિયે પ્રતિ કિલો રખાયો છે. ગોલ્ડ કોઈનના આકારમાં બનેલી આ મીઠાઈનું નામ છે પિસ્તા ક્રેઈનબેરી સ્વર્ણમુદ્રા અને આલમંડ બ્લુબેરી સ્વર્ણમુદ્રા.આ મીઠાઈ પર સોનાનો વરખ ચઢાવવામાં આવ્યો છે.આ મીઠાઈઓ પિસ્તા અને બદામના ઉપયોગથી તૈયાર કરવામાં આવી છે. તો ફ્લેવર અને સ્વાદ માટે ક્રેઈનબેરી અને બ્લુબેરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે આ મીઠાઈની આટલી કિંમત પાછળ મીઠાઈ પર લગાવવામાં આવેલો સોનાનો વરખ છે. 24 કેરેટ સોનામાંથી આ વરખ બનાવ્યો હોવાનો દાવો કરાયો છે. આ જ કારણે મીઠાઈનો ભાવ 21000 રૂપિયે કિલો રાખવામાં આવ્યો છે.