અમદાવાદ : અમદાવાદમાં ફરી એક વખત IT વિભાગે તવાઇ બોલાવી છે. શહેરના અંબિકા ફટાકડા સ્ટોરમાં ITની ટીમે દરોડા પાડ્યા છે. અમદાવાદમાં અંબિકા ફટાકડા સ્ટોરમાં ITની ટીમ પહોંચી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.મોટી સંખ્યામાં બેનામી ટ્રાન્ઝેક્શન ઝડપાયાની આશંકા છે.અંબિકા ફટાકડા સ્ટોરમાં ITના દરોડા બાદ અન્ય વેપારીઓમાં પણ ગભરાટ ફેલાવ્યો છે. IT અધિકારીઓ હજુ પણ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં અંબિકા ફટાકડા સ્ટોરમાં IT વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. શહેરમાં અંબિકા ફટાકડા સ્ટોરની રાયપુરમાં બે શાખા છે. આ ઉપરાંત શિવરંજની ચાર રસ્તા, એસજી હાઇવે સહિત કુલ ચાર સ્થળો પર ITએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આ તપાસમાં સામેલ થયા હતા.
મળતા અહેવાલો મુજબ IT અધિકારીઓનું સર્ચ ઓપરેશન ચાલુ છે. આ સર્ચ ઓપરેશનમાં કરોડોના બેનામી વ્યવહાર ઝડપાય તેવી શક્યતા છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને અંબિકા ફટાકડા સ્ટોરમાં અમદાવાદ તેમજ આસપાસના શહેરમાંથી પણ લાખો રૂપિયાના ફટાકડાનું વેચાણ થયું છે.અંબિકા ફટાકડા સ્ટોરમાં ITના દરોડા બાદ અન્ય વેપારીઓમાં પણ ગભરાટ ફેલાવ્યો છે.
અંબિકા ફટાકડા સ્ટોરએ ભારતના સૌથી મોટા ક્રેકરના જથ્થાબંધ વેપારીઓમાંનું એક છે.આપને જાણીને નવાઈ લાગશે કે આશિષ ખઝાંચી વ્યવસાયે ક્વોલિફાઈડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, પરંતુ ફટાકડા ઉદ્યોગમાં તેમણે જે કામ કર્યું છે તે અદ્ભુત છે જેણે દેશના ફટાકડા ઉદ્યોગમાં ક્રાંતિ લાવી દીધી છે.