અમદાવાદ : અમદાવાદ શહેરમાં વધુ એક વખત અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. અમદાવાદના જગતપુર વિસ્તારમાં અસામાજિક તત્વોએ અંગત અદાવતની દાઝ રાખીને પેટ્રોલ છાંટીને એક કાફે સળગાવી દીધું હતું.આ બાબતે ચાંદખેડા પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને પકડવાનાં ચક્રોગતિમાન કર્યા છે.
આ અંગે મળતા રિપોર્ટ મુજબ અમદાવાદનાં જગતપુર રોડ પર કેટલાક અસામાજીક તત્વોએ કાફેમાં આગ લગાવતા કાફેમાં બેઠેલા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. ગત મોડી રાત્રે 5 જેટલા અસામાજીક તત્વોએ કાફેને પેટ્રોલ છાંટીને આગ લગાવી હતી. અંગત અદાવતને લઈ માથાકૂટ થઈ હતી. માથાકૂટ વધુ ઉગ્ર બનતા 5 શખ્સોએ કાફેમાં આગ લગાવી હતી. આગની ઘટનાં બનતા જ લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી.
ત્યારે આ બાબતે તાત્કાલીક ફાયર ફાઈટરને જાણ કરતા ફાયર ફાઈટર ઘટનાં સ્થળે દોડી આવી આગ ઓલવવાની તજવીજ હાથ ધરી હતી. તેમજ પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાં સ્થળે આવી પહોચી હતી. ત્યારે કાફેમાં આગ લાગતા અસામાજીક તત્વો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ બાબતે ચાંદખેડા પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.