અમદાવાદ : અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિયમિત અને સમયસર ટેક્સ ભરતા નાગરિકોને પ્રોત્સાહન આપવા તેમજ ઓનલાઇન માધ્યમથી એડવાન્સ ટેક્સ ભરનાર કરદાતાઓને વધુ રાહત આપવા માટે ત્રણ મહિનાની રિબેટ સ્કીમ જાહેર કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રથમ વખત ટેક્સમાં 11 ટકા સુધી રિબેટ આપશે. જેમાં 22 એપ્રિલથી 21 મે સુધી ટેક્સ ભરનારને 10 ટકા રિબેટ, 22 મેથી 21 જૂન સુધી ટેક્સ ભરનારને 9 ટકા રિબેટ, તેમજ 22 જૂનથી 21 જુલાઈ સુધી ટેક્સ ભરનારને 8 ટકા રિબેટ મળશે. AMCના આ નિર્ણયથી લોકો નિયમિત ટેક્સ ભરશે જેનો લાભ લોકોને તો ખરો પણ AMCને પણ મળશે.
સાથે જ ઑનલાઇન ટેક્સ પે કરનાર માટે પણ વિશેષ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ઓનલાઇન ટેક્સ ભરનારને એક્સ્ટ્રા એક ટકા રિબેટ મળશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે.હાલ 40 ટકા લોકો ટેસ્કમાં ઓનલાઇન પેમેન્ટ કરે છે આ સુવિધાનો ફાયદો સીધો જ તેમણે મળશે.તો બીજી તરફ 70 સ્કવેર મિટરથી નાની રહેણાંક મિલકતોને 33.5 ટકાનું ડિસ્કાઉન્ટની તેવી માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે.