25.1 C
Gujarat
Thursday, November 21, 2024

હાઉસીંગ રિડેવલપમેન્ટને લઈને નાગરિક સેવા સંગઠન મેદાનમાં…!!

Share

અમદાવાદ : શહેરના નારણપુરા, સોલા અને નવા વાડજ વિસ્તારમાં અનેક હાઉસીંગ સોસાયટીઓમાં રિડેવલમેન્ટની ચર્ચા મોખરે છે.જર્જરીત બાંધકામને લઈને હાઉસીંગના રહીશો પણ રિડેવલમેન્ટ ઈચ્છી રહ્યા છે. તો કયાંક વિરોધ પણ થઈ રહ્યો છે, હાઉસીંગ બોર્ડની પોલીસી અને કાર્યપ્રણાલીને લઈને હાઉસીંગ રહીશોનું બનેલું નાગરિક સેવા સંગઠન મેદાનમાં આવ્યું છે.આ સંગઠનની મુખ્ય માગણીઓ હાઉસીંગ બોર્ડ લીઝડીડને લઈને છે,જેમાં રિડેવલપમેન્ટમાં બિલ્ડર લાવવાની સત્તા એસોસિયેશન મળે, આ ઉપરાંત સરકારની રિડેવલપમેન્ટ પોલીસીમાં મૂળ બાંધકામ 40 ટકા વધુ બાંધકામની જોગવાઈ છે, આમાં સંગઠન 60 થી 70 ટકા વધુ મોટું બાંધકામ મળે તેવી માગણી કરી રહ્યા છે, જયારે અન્ય સૌથી અગત્યની માંગણી એ છે કે દરેક ગીફટ મની મળવી જોઈએ.

નાગરિક સેવા સંગઠનના અગ્રણી વિનોદભાઈ ચૌહાણના જણાવ્યા મુજબ ,નાગરિક સેવા સંગઠન ક્યારેય રિડેવલપમેન્ટના વિરુદ્ધમાં નથી પરંતુ રિડેવલપમેન્ટમાં રહીશોને જે અન્યાય થઇ રહેલ છે એનો વિરોધ જરુર કરે છે.આ સિવાય ગીફટ મની સહિતની અન્ય માંગણીઓને અમારુ સંગઠન તરફેણ કરે છે.આ સિવાય વિનોદભાઈ એ વધુમાં જણાવ્યુ છે કે,હાઉસિંગ બોર્ડે જ્યારે આપણને પહેલી વાર જ્યારે કન્વીયન્સ ડીડ કરેલુ ત્યારે પેરા 7-સી માં સ્પષ્ટ લખેલુ છે કે, એસોસિએશને લીઝડીડ કરાવી લેવી. લીઝડીડની ફી પણ આપણી પાસેથી લીધેલી છે. આ સિવાય જે સોસાયટીઓના રિડેવલપમેન્ટમાં ત્રિપક્ષીય કરાર થયેલ છે એમાં ત્રીજા પક્ષ તરીકે બિલ્ડર હોય છે,એમના નિવેદનમાં સ્પષ્ટ લખેલ છે કે સોસાયટીની 99+99 વર્ષની લીઝડીડ કરેલ છે.આ બધા પુરાવાઓ સાબિત કરે છે કે,આપણે ૯૯ વર્ષના જમીનના માલિક કમ કબ્જેદાર છીએ. આ સિવાય આર.ટી.આઇના માધ્યમથી જે પુરાવાઓ એકત્ર કરેલ છે એ બધા એકઠા કરીને અમો નામદાર ગુજરાત હાઇકોર્ટમાં લીઝડીડ માટેની બે SCA દાખલ કરેલ છે.એની આગામી તારીખ 5 મી ફેબ્રુઆરી છે.

હજુ આગામી દિવસોમાં હાઇકોટમાં બીજી દસ જેટલી SCA લીઝડીડ માટે દાખલ કરવાનુ આયોજન છે.જો લીઝડીડ થઈ જાય તો બિલ્ડર લાવવાની પરવાનગી રહીશોને મળશે તેમજ રિડેવલપમેન્ટમાં જે હાઉસિંગ બોર્ડની કનડગત છે એનો અંત આવશે તથા રિડેવલપમેન્ટમાં દરેકને સારા અને મોટા ઘર મળશ.ે છેલ્લે વિનોદભાઈએ વધુમાં જણાવેલ કે,જેઓના મકાનો ખરાબ હાલતમાં હોય અથવા તો જર્જરીત હાલતમાં છે તેઓએ બાંધછોડ કરીને રિડેવલપમેન્ટમાં જોડાઇ જવું હિતાવહ છે.નાગરિક સેવા સંગઠન હંમેશા આ લોકોની સાથે જ છે.જો અન્યાય થશે તો અમારો તમામ પ્રકારનો સહયોગ એમની સાથે જ હશે એવી સંગઠન વતીથી બાંહેધરી આપી હતી.

ગુજરાત હાઈકોર્ટે ગુજરાત હાઉસીંગ બોર્ડને નોટિસ જારી કરી
ગુજરાત હાઈકોર્ટે ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા બાંધવામાં આવેલા નિર્મલ એપાર્ટમેન્ટના સભ્યો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ (GHB)ને નોટિસ જારી કરી છે.અમદાવાદ મિરરના રિપોર્ટ મુજબ અરજદારોએ દલીલ કરી છે કે ગુજરાત હાઉસીંગ બોર્ડએ તેમની તરફેણમાં લીઝ ડીડ ડ્રો કરવી જોઈએ. જેથી તેઓ તેમની સોસાયટીના રિડેવલપમેન્ટ માટે બિલ્ડરને પોતાની રીતે પસંદ કરી શકે.
કેસની વિગતો મુજબ, નલિન પટેલ અને અન્ય સભ્યોએ અરજીમાં મુદ્દો ઉઠાવ્યો છે કે ગુજરાત હાઉસીંગ બોર્ડ લગભગ ત્રણ દાયકા પહેલા તેના દ્વારા બાંધવામાં આવેલી સોસાયટીઓના રિડેવલપમેન્ટની કામગીરી હાથ ધરે છે.જો કે, તે સમયે ગુજરાત હાઉસીંગ બોર્ડએ સોસાયટીના સભ્યોની તરફેણમાં લીઝ ડીડ ડ્રો કરી હતી. જેથી જમીન પર તેમનો પણ હક છે.

“ગુજરાત હાઉસીંગ બોર્ડએ રિડેવલપમેન્ટની કવાયત હાથ ધરી છે અને કામ માટે બિલ્ડરોની પસંદગી કરી છે. રહેવાસીઓને બિલ્ડર અને રિડેવલમેન્ટના અન્ય પાસાઓ પસંદ કરવાનો અધિકાર નથી. જો ગુજરાત હાઉસીંગ બોર્ડ એપાર્ટમેન્ટ ધારકોની તરફેણમાં લીઝ ડીડ આપે છે, તો તેઓ સમગ્ર કવાયત પોતાની જાતે કરી શકે છે. ગુજરાત હાઉસીંગ બોર્ડને રિડેવલપમેન્ટ કરવાનો અધિકાર નથી,” નાગરિક અધિકાર સંગઠનના વિનોદ ચૌહાણે જણાવ્યું હતું કે જેઓ ગુજરાત હાઉસીંગ બોર્ડ ફ્લેટ માલિકોના અવાજની આગેવાની કરી રહ્યા છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles