અમદાવાદ : ઉત્તરાયણ એટલે કે એક જ તહેવારમાં ત્રણ ઉત્સવોનો સંગમ એમ કહી શકાય છે. સવાર ઉઠતાં લોકો પતંગ ઉડાવવાથી શરૂ કરે છે. ઉત્તરાયણ પર્વનું સમાપન ધાબા પર ફટાકડા ફોડી અને મ્યુઝિક સિસ્ટમ સાથે ગરબા રમીને પતંગરસિકો દ્વારા કરવામાં આવ્યું હતું.ત્યારે રાતે લોકો અઢળક પ્રમાણમાં ફટાકડા ફોડીને દિવાળીની રોનક લાવી દે છે.આમ ગુજરાતીઓની પ્રકૃતિ મુજબ તે એકની સાથે એક ફ્રી તેમ ઉત્તરાયણની સાથે બે બીજા ઉત્સવોની પણ મજા માણી જ લે છે.
આ વર્ષે ગુજરાતમાં દરેક જગ્યાએ હર્ષઉલ્લાસથી ઉત્તરાયણની મજા માણી હતી. પરંતુ સાંજ પડતાં જ અમદાવાદના લોકોએ જાણે ઉત્તરાયણના બદલે દિવાળી હોય તેવો માહોલ સર્જાયો હતો. સાંજે અમદાવાદના લોકોએ પૈસાનું પાણી કર્યું હતું અથવા કહી શકાય કે પૈસાનો ધુમાડો કર્યો હતો. લોકો જાણે દિવાળીની ઉજવણી કરી રહ્યા હોય તેમ ફટાકડા ફોડ્યા હતા.અને મોડી રાત સુધી મ્યુઝિક સિસ્ટમ બોલીવુડના ગીતોએ રમઝટ બોલાવી હતી.
દિવાળીના દિવસે તો લોકો મન મૂકીને ફટાકડા ફોડતા જ હોય છે. પરંતુ લોકો ઉત્તરાયણ પર પણ લાખોના ફટાકડા ફોડ્યા હતા. આ ફટાકડાના લીધે લોકોને તેના ધુમાડાના કારણે આંખોમાં બળતરા અને ખંજવાળ જેવી સમસ્યાઓ પણ થાય છે.