Thursday, January 15, 2026

અદભૂત… અવિસ્મરણીય ! PM મોદીએ દ્વારકાના દરિયામાં કર્યું સ્કુબા ડાઈવિંગ, શેર કરી તસવીરો

spot_img
Share

દ્વારકા : દ્વારકા નગરીએ આજે ઐતિહાસિક ઘડી બની છે. PM નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. તેમણે આજે (રવિવાર) સવારે બેટ દ્વારકામાં ભગવાન કૃષ્ણના મુખ્ય મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યારબાદ તેમના ડ્રીમ પ્રોજેક્ટ ‘સુદર્શન સેતુ’નું લોકાર્પણ કર્યુ હતું. PM મોદીએ જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના પણ દર્શન કર્યા હતા. ત્યારબાદ ચાલતા ચાલતા તેમણે સુદામા બ્રિજની મુલાકાત લીધી હતી અને તેઓ પંચકુઈ બીચ પહોંચ્યા હતા.તેઓએ વિકાસ કામગીરી અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે,દરિયા કિનારાને પર્યટન સ્થળ વિકસાવવા PM મોદીનો ધ્યેય છે.


પ્રાપ્ત રિપોર્ટ મુજબ દ્વારકાથી બેટદ્વારકાને જોડતા સુદર્શન સેતુના લોકાર્પણ માટે PM નરેન્દ્ર મોદી આજે દેવભૂમિ દ્વારકા પહોચ્યા હતા. સવારે સેતુનું લોકાર્પણ કરીને દ્વારકાધીશની પૂજા કરી હતી. એ બાદ પંચકૂઈ બિચ પાસે તેઓ ભગવા વસ્ત્રોમાં પહોચ્યા હતા અને કમરે મોરપિચ્છ ખોસીને પાણીમાં ઉતર્યા હતા. PM નરેન્દ્ર મોદીએ આ તસવીરો ટ્વિટર(X) પર શેર કરી છે. કહેવાય છે કે, આજે પણ ભગવાન કૃષ્ણની મૂળ દ્વારિકા નગરી કે જે સોનાની હતી, તે દરિયામાં છે. બની શકે કે PM નરેન્દ્ર મોદી એ જોવા માટે જ દરિયામાં ગયા હોય. જો કે તેમણે ટ્વિટમાં લખ્યું છે કે, પાણીમાં ડૂબેલી દ્વારકા નગરીમાં પ્રાર્થના કરવી એ ખૂબ જ દિવ્ય અનુભવ હતો. હું આધ્યાત્મિક ભવ્યતા અને કાલાતીત ભક્તિના પ્રાચીન યુગ સાથે જોડાયેલો અનુભવું છું.ભગવાન શ્રી કૃષ્ણ આપણા સૌનું ભલું કરે.

PM મોદી માટે દરિયાકાંઠે ટેન્ટ હાઉસ પણ તૈયાર કરવામાં આવ્યું હતું. સુદામા બ્રિજ નજીક આ તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. દરિયાના નિરીક્ષણ માટે થોડો સમય રિઝર્વ રાખવામાં આવ્યો હોવાની માહિતી પણ મળી હતી. PM ના આગમનને પગલે અહીં નેવીની ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી છે.ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો.ઓખા – બેટદ્વારકા વિસ્તારમાં પોલીસનું કડક બંદોબસ્ત ગોઠવી દેવાયું છે. સાથે જ મેરીટાઈમ બોર્ડ તરફથી ફેરીબોટને પણ બંધ રાખવામાં આવી હતી. આ સાથે જ 25 ફેબ્રુઆરી બાદ ફેરી સેવા સામાન્ય રૂપથી શરૂ કરી દેવાશે તેવુ જણાવાયુ હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...