23.2 C
Gujarat
Wednesday, February 5, 2025

અમદાવાદના પ્રકૃતિપ્રેમીઓ માટે નવું નજરાણું ! ‘બોનસાઇ શો’ ને ખુલ્લો મુકાયો, દુનિયાભરના પ્લાન્ટ્સ એક જ સ્થળે

Share

અમદાવાદ : અમદાવાદમાં એક બાદ એક અવનવા નજરાણા જોવા મળી રહ્યાં છે. ત્યારે મુખ્યમંત્રી દ્વારા આજે વધુ એક નવા નજરાણાને અમદાવાદી માટે ખુલ્લું મુક્યું છે. અમદાવાદમાં એક સાથે એજ સ્થળ પર દુનિયાભરના પ્લાન્ટ જોવા મળશે. પ્રકૃતિપ્રેમીઓનો જામશે મેળાવડો. ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા AMC દ્વારા સૌ પ્રથમ વખત ‘બોનસાઇ શો’ ને ખુલ્લો મૂકવામાં આવ્યો. આશરે 12 હજાર ચો.મી. જેટલા વિસ્તારમાં નિર્માણ કરાયેલ ‘બોનસાઇ શો’ શહેરીજનોને આકર્ષિત કરશે. અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા આયોજીત આ પ્રકૃતિમેળાનો 10 માર્ચ સુધી શહેરીજનો લઈ શકશે લાભ.

પ્રાપ્ત વિગતો મુજબ CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સિંધુભવન રોડ પર કોર્પોરેશન દ્વારા આયોજિત ‘બોનસાઇ શો’ ને મુલાકાતીઓ માટે ખુલ્લો મૂક્યો હતો. AMC દ્વારા લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધે તેમજ તેઓ રસ લેતા થાય તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફલાવર શો યોજવામાં આવ્યું હતું. દેશમાં બેંગ્લોર શહેરમાં પ્રથમ બોન્સાઈ પાર્ક બન્યો હતો. આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી પહેલ કરી બોનસાઇ ટોપિયોરી શોનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે.અનેકવિધ નવા બોનસાઇ અને ટોપીયોરી પ્લાન્ટ્સને નિહાળી મુખ્યમંત્રીશ્રીએ સૌને બિરદાવ્યા હતા.

‘બોનસાઇ શો’ની વિશેષતાની વાત કરવામાં આવે તો, આશરે 12 હજાર ચો.મી. જેટલા વિસ્તારમાં નિર્માણ કરાયું છે, જેમાં દેશ અને દુનિયાનાં વિવિધ સ્થળોથી એકત્ર કરાયેલા 1500થી વધુ બોનસાઇ અને ટોપીયોરી પ્લાન્ટ્સનો સમાવેશ કરાયો છે. આ તમામ વૃક્ષો 10 થી 200 વર્ષ સુધી આયુષ્ય ધરાવે છે. આ ઉપરાંત આ તમામ પ્લાન્ટ્સનું પ્રદર્શન ઝેન ગાર્ડન (જાપાનીઝ ગાર્ડન)ની ડિઝાઈન પર તૈયાર કરાયું છે. આ ‘બોનસાઇ શો’માં ઓલિવ, ફાયકસ, એડનિયમ, વડ, પીપળો, ખાટી આંબલી, નિકાડેવિયા, ઝેડ પ્લાન્ટ, પીપળ, ગૂગળ, લેગોસ્ટ્રોમીયા, આલ્ફીજીયા સહિતના અનેક પ્રકારના બોનસાઇ વૃક્ષો જોવા મળશે.

બોનસાઈનો અર્થ જાપાનીઝમાં “વામન છોડ” થાય છે. તે એક જાપાની કળા દ્વારા નાના કદના પરંતુ આકર્ષક દેખાવ આપવાની તકનીક છે. આ લઘુચિત્ર છોડ કુંડામાં ઉગાડી શકાય છે. આ કળામાં છોડને સુંદર આકાર આપવો, પાણી આપવાની વિશેષ પદ્ધતિઓ અને તેને એક વાસણમાંથી બહાર કાઢી બીજા વાસણમાં રોપવાની પદ્ધતિઓનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મોટા થતા વૃક્ષોને કુંડામાં ઉછેરી નાના રાખવા અને તેને અલગ અલગ આકાર આપવાની કળાને બોનસાઇ તરીકે ઓળખવામાં આવે છે. સાત દિવસ સુધી ચાલનારા આ શોની ટિકિટ વ્યક્તિ દીઠ રૂ.50 રખાઈ છે. આ પ્રસંગે મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ડેપ્યૂટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, મ્યુ.કમિશનર એમ.થેન્નારસન સહિત મ્યુનિ.ના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles