અમદાવાદ : અમદાવાદમાં રસ્તાઓ પર માણસો કરતા વાહનો વધુ જોવા મળે છે. અહી ટ્રાફિકની સમસ્યા બદતર બની રહી છે. લોકોને ચાલવા માટે પણ જગ્યા નથી મળતી. ત્યારે રાહદારીઓ માટે એક મોટો નિર્ણય લેવાયો છે. સરખેજ ગાંધીનગર જોડતા SG હાઈવે પર બનશે એક-બે નહિ, પરંતું 5 ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે. ટ્રાફિકની સમસ્યા સમસ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)અને નેશનલ હાઈવે ઓથોરિટીએ SG હાઈવે પર 20 કરોડ રૂપિયાના ખર્ચે 5 ફૂટ ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય લીધો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં SG હાઈવે પર રોડ ક્રોસ કરતા સમયે અવાર નવાર સર્જાતા અકસ્માતને ધ્યાને લઈ એક મહત્વનો નિર્ણય લેવાયો છે. 20 કરોડના ખર્ચે અમદાવાદના ટ્રાફિકથી ધમધમતા SG હાઈવે પર પાંચ ફુટ ઓવર બ્રિજ આકાર પામશે. AMC અને નેશનલ હાઇવે ઓથોરિટીના સર્વેમાં આ વિગતો બહાર આવી છે.જેનું કામ 2024માં જ શરૂ કરી દેવામાં આવશે. બીજી તરફ SP રીંગ રોડ પર 108ના અંદાજે 80 થી 100 વાહનો માટે પાર્કિંગની સુવિધા ઊભી કરાશે.
ક્યાં ક્યાં બનશે ફ્લાયઓવર
ગોતા ફ્લાયઓવર અને એલીવેટેડ કોરીડોરના વચ્ચે-ગોતા
એલીવેટેડ કોરીડોર અને થલતેજ અન્ડરપાસ વચ્ચે – થલતેજ
થલતેજ અન્ડરપાસ અને પકવાન ફ્લાય ઓવર નજીક – ગ્રાન્ડ ભગવતી પાસે
પકવાન ફ્લાય ઓવર અને ઇસ્કોન બ્રીજ વચ્ચે -રાજપથ ક્લબ
વૈષ્ણોદેવી સર્કલ નજીક નિરમા યુનિવર્સીટી પાસે – વૈષ્ણોદેવી