29.6 C
Gujarat
Sunday, August 3, 2025

કર્ણાવતી કલબની સામે અજાણ્યા શખ્સોએ કારમાં પંચર છે કહીને 40 લાખ લૂંટી થયા ફરાર

Share

અમદાવાદ : શહેરમાંથી ફરી એકવાર તસ્કરોએ પોતાની પાંખો ખોલી છે. વધુ એકવાર શહેરની અંદર સરાજાહેર તસ્કરોએ લાખોની લૂંટ મચાવીને લોકોને ભયના માહોલમાં મૂક્યા છે. ત્યારે આ ઘટનાથી સમગ્ર શહેરમાં સન્નાટો ફેલાયો છે. તે ઉપરાંત આ ઘટનાએ શહેર સુરક્ષા અને પોલીસ ઉપર પણ સાવાલો ઉભા કર્યા છે. જોકે આ ઘટનાની પ્રાથમિક માહિતી મળતા પોલીસે તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આગામી દિવસોમાં શહેરમાં તહેવારોના કારણે અલગ અલગ જગ્યાએ બંદોબસ્ત અને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેવા સમયે કર્ણાવતી ક્લબની સામેની તરફ સેટેલાઇટ બાજુ જતા રસ્તા પર એક ઇનોવા કારને રોકીને પહેલા એક બાઇક સવારે ઉગ્ર શબ્દોમાં કહ્યું કે ‘‘પંચર છે. તેમ છતાં કાર કેમ હંકારો છો?’’ બાદમાં અન્ય એક વાહનચાલકએ કહ્યું હતું કે, કારમાં પંચર છે અને કારમાં બેઠેલા વ્યક્તિ નીચે ઉતરીને જોતા હતા તે સમય જ કારમાં પડેલો 40 લાખ ભરેલો થયેલો લઈને શખસો ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે.

આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ બનાવના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. હાલ આ સમગ્ર બનાવવા આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં હોવાનું જાણવા મળી રહ્યું છે, ત્યાં ઝોન-7 DCP પહોંચ્યા હતા અને સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે. હાલ આ મામલે સમગ્ર વિસ્તારના CCTV ચેક કરવામાં આવી રહ્યા છે તેમજ પોલીસને એવી પણ શંકા છે કે, આંગડિયા પેઢીથી આ કારનો પીછો કરવામાં આવી રહ્યો હતો. હાલ આ સમગ્ર બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles